શોધખોળ કરો
મહારાષ્ટ્રમાં તોડ-જોડ! બેઠક બાદ ધારાસભ્યોને હૉટલમાં લઇ જઇ શકે છે શિવસેના
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિ થવાની સંભાવના છે, જેને લઇને રાજ્યમાં હલચલ તેજ બની ગઇ છે
![મહારાષ્ટ્રમાં તોડ-જોડ! બેઠક બાદ ધારાસભ્યોને હૉટલમાં લઇ જઇ શકે છે શિવસેના shiv sena and bjp politics in maharashtra મહારાષ્ટ્રમાં તોડ-જોડ! બેઠક બાદ ધારાસભ્યોને હૉટલમાં લઇ જઇ શકે છે શિવસેના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/07075838/Mahah-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઇઃ મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રીની ખુરશીને લઇને શિવસેના અને બીજેપી વચ્ચે ધમાસાન ચાલી રહ્યું છે. રાજ્યમાં શું થશે? કોની બનશે સરકાર? નવી સરકાર બનવાનો ફોર્મ્યૂલા શુ હશે? સરકાર બની શકશે કે નહીં? આ બધા પ્રશ્નોનો જવાબ ચૂંટણી પરિણામના 13 દિવસ બાદ પણ નથી મળ્યો. હવે આ બધાની વચ્ચે તોડ-જોડની રાજનીતિ ભાગ ભજવી શકે છે?
ખાસ વાત એ છે કે, મહારાષ્ટ્રમાં સરકાર બનાવવા માટે હવે માત્ર બે દિવસનો સમય બાકી છે ત્યારે તોડ-જોડની રાજનીતિ થવાની સંભાવના છે, જેને લઇને રાજ્યમાં હલચલ તેજ બની ગઇ છે.
રિપોર્ટ પ્રમાણે, બીજેપી સાથે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે આજે શિવસેના પોતાના ધારાસભ્યો સાથે બેઠક કરશે. ઉદ્વવ ઠાકરે ધારાસભ્યોને સંબોધિત કરશે. સુત્રો અનુસાર માહિતી છે કે પાર્ટી તોડ-જોડની રાજનીતિથી બચવા માટે આજે બેઠક બાદ શિવસેનાના ધારાસભ્યોને દક્ષિણ મુંબઇની એક ફાઇવ સ્ટાર હૉટલમાં રોકી શકે છે.
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં બીજેપી-શિવસેના ગઠબંધનને બહુમતી મળી ચૂકી છે, પણ રાજ્યમાં મુખ્યમંત્રી પદ માટે વાત અટકી પડી છે. શિવસેનાની માંગ છે કે, રાજ્યમાં 50-50 ફોર્મ્યૂલા પર સરકાર બને અને મુખ્યમંત્રી શિવસેનાનો હોય. વળી સામે પક્ષે બીજેપી શિવસેનાની માંગોને નકારી રહી છે.
એટલુ જ નહીં શિવસેના અને બીજેપી વચ્ચેની ખેંચતાણમાં હવે એનસીપી અને કોંગ્રેસ પણ હરકતમાં આવ્યા છે.
શું છે બેઠકોનુ ગણિત....
બીજેપીએ રાજ્યની વિધાનસભાની કુલ 288 બેઠકોમાંથી 105 બેઠકો પર જીત મેળવી છે. વળી, શિવસેનાએ 56, એનસીપીએ 54 અને કોંગ્રેસ 44 બેઠકો પર જીત મેળવી શકી છે. રાજ્યમાં 13 બેઠકો અપક્ષના ફાળે આવી છે. રાજ્યમાં સરકાર બનાવવા માટે બહુમતી માટે 145 બેઠકોની જરૂર છે. આ ચૂંટણીમાં બીજેપી-શિવસેના અને કોંગ્રેસ-એનસીપી ગઠબંધન કરીને ચૂંટણી મેદાનમાં ઉતર્યા હતા.
![મહારાષ્ટ્રમાં તોડ-જોડ! બેઠક બાદ ધારાસભ્યોને હૉટલમાં લઇ જઇ શકે છે શિવસેના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/07075851/Mahah-03-300x167.jpg)
![મહારાષ્ટ્રમાં તોડ-જોડ! બેઠક બાદ ધારાસભ્યોને હૉટલમાં લઇ જઇ શકે છે શિવસેના](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/11/07075846/Mahah-02-300x169.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
ક્રિકેટ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)