શોધખોળ કરો
Advertisement
છત્રપતિ શિવાજીના વંશજે આપી ચેતવણી- કહ્યું -"સ્થિતિ નહીં સુધરે તો લોકો બેન્ક લૂંટશે"
મુંબઈ: શિવસેનાએ સોમવારે રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના સાંસદ ઉદયન રાજે ભોસલેની એ ચેતવણીનું સર્મથન કર્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે નોટબંધીની સ્થિતિ નહી સુધરે તો લોકો બેંક લુટશે. શિવસેનાએ પાર્ટીના મુખપત્ર સામના ના સંપાદકમાં કહ્યું નોટબંધીથી દેશમાં લોકો નારાજ છે. દરેક જગ્યા પર મજૂર વર્ગની હાલત દયનીય છે.
છત્રપતિ શિવાજીની 13મી પેઢીના ભોસલેના નિવેદનનો ઉલ્લેખ કરતા શિવસેનાએ સંપાદકમાં કહયું કે તેમણે લોકોની નારાજગી અભિવ્યક્ત કરી અને મોદી સરકારને એક ખૂલી ચેતવણી આપી છે. ભોસલેએ કહ્યું લોકો બેંક લૂટવાનું શરૂ કરી દેશે.
સંપાદકમાં એમ પણ કહેવામાં આવ્યુ છે કે વર્ષ 2014ના લોકસભા ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીએ કઆ રીતે શિવાજીના આર્શિવાદ પ્રાપ્ત કર્યાનો દાવો કર્યો હતો. ગ્રામીણ ક્ષેત્રના લોકની હાલક કફોડી છે.
શિવસેનાએ કહ્યું લોકો મરી રહ્યા છે. તેઓ બેંક લૂટશે તો તેમને સહકારી બેંકોના પ્રતિબંધના કારણે કઈ પ્રાપ્ત નહી થાય. જેનાથી વિપરીત સરકાર તેમને ફાંસી પર લટકાવી દેશે અને તેનાથી છુટકારો મેળવશે.
શિવસેનાએ કહ્યું ભોસલેએ પોતાના અંદાજમાં લોકોની નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે લોકોની પરેશાની વધી રહી છે જ્યારે કાળાનાણાં રાખનારા પર કોઈ કાર્યવાહી કરવામા નથી આવી રહી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement