શોધખોળ કરો
Advertisement
પતિએ પત્નીને કહ્યું જીન્સ પહેર અને ડાન્સ કર તો પત્નીએ પાડી દીધી ના, પછી પતિએ જે કર્યુ તે જાણીને ચોંકી જશો........
આરોપ છે કે ત્રણ તલાક બાદ શખ્સ પોતાના સાસરિયામાં પહોંચ્યો અને પોતાની જાતને આગ લગાવી દીધી. સાસરિયા વાળાએ તેને આગથી બચાવ્યો અને પોલીસના હવાલે કરી દીધો. આ મામલો લિસાડી વિસ્તારના ન્યૂ ઇસ્માઇલ નગરનો છે
મેરઠઃ યુપીના મેરઠ જિલ્લામાં સનકી પતીની ચોંકવનારી કરતૂત જોવા મળી છે. અહીં એક વ્યક્તિએ પોતાની પત્નીને ફક્ત એટલા માટે ત્રણ તલાક આપી દીધા કેમકે તેને જીન્સ પહેરીને નાચવા અને ગાવાની ના પાડી હતી. આરોપ છે કે ત્રણ તલાક બાદ શખ્સ પોતાના સાસરિયામાં પહોંચ્યો અને પોતાની જાતને આગ લગાવી દીધી. સાસરિયા વાળાએ તેને આગથી બચાવ્યો અને પોલીસના હવાલે કરી દીધો. આ મામલો લિસાડી વિસ્તારના ન્યૂ ઇસ્માઇલ નગરનો છે.
(પ્રતિકાત્મક તસવીર)
8 વર્ષ પહેલા થયા હતા લગ્ન
ન્યૂ ઇસ્માઇલ નગરના રહેવાસી અમીરુદ્દીને પોતાની દીકરીના લગ્ન આઠ વર્ષ પહેલા હાપુડના પિલખુવા નિવાસી અનસની સાથે કર્યા હતા. અનસ દિલ્હીમાં નોકરી કરે છે. અનસની પત્નીએ આરોપ લગાવ્યો કે તેનો પતિ ડાન્સ અને ગાવા માટે જબરદસ્તી કરતો હતો. આમ ના કરવા પર બન્ને વચ્ચે ઝઘડો પણ થતો રહેતો હતો. મહિલાનુ કહેવુ છે કે આ મામલો પંચાયતની સામે પણ રાખવામાં આવ્યો, પરંતુ કોઇ સમાધાન ના નીકળ્યુ. બે દિવસ પહેલા અનસે પોતાની પત્નીને ત્રણ તલાક આપી દીધા.
અમીરુદ્દીને જણાવ્યુ કે ત્રણ તલાક બાદ અનસ તેના ઘરે પહોંચ્યો હતો, અને પેટ્રૉલ છાંટીને પોતાની જાતને આગ લગાડી દીધી હતી. સાસરિયા વાળાએ તેને બચાવ્યો અને પછી પોલીસને જાણ કરી હતી. ઇન્સ્પેક્ટર પ્રશાંત કપિલે કહ્યું હાલ કેસની તપાસ ચાલી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement