શોધખોળ કરો
સિમીના એંકાઉટર પહેલા પોલીસ વાયરલેસની ચોંકાવનારી રેર્કોડીંગ સામે આવી

ભોપાલ: મધ્ય પ્રદેશમાં સિમી કાર્યકર્તાઓના એંકાઉટર પર સવાલો ઉઠી રહ્યા છે. આ સાથે એંકાઉટરના સમયની તેમજ ત્યારબાદના ધણા વિડીયો પણ સામે આવ્યા છે. પરંતુ આ મામલે એક સનસનીખેજ ઓડીયો સામે આવ્યો છે. આ એંકાઉટર સાથે જાડાયેલી એક ખાસ વાતચીત એબીપી ન્યૂઝના હાથ આવી છે. જે આપને એકદમ અલગ જોવા મળશે. વાતચીતમાં એકદમ સાફ છે કે એંકાઉટર અચાનક થયું છે. પોલીસ વાળાને અચાનક બોલાવવામાં આવે છે. જે લોકો જ્યા છે ત્યાંથી જ ભાગી રહ્યા છે. આ વાયરલેસ ક્લિપ એક મહત્વ પૂર્ણ સાબિત થશે જ્યારે એંકાઉટર પર રાજનીતિક સવાલો ઉઠી રહ્યા છે. હાલ એંકાઉટરમાં માર્યા ગયેલા 8 સિમી આતંકીઓની પોસ્ટમોર્ટમ રિપોર્ટ પણ આવી ગઈ છે. ભોપાલ મેડિકો લીગલ નિર્દેશક ડૉ અશોક શર્માએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સાફ છે કે પગમાં ગોળીઓ નથી લાગી. આશરે 25 ગોળીઓ લાગી છે નજીકથી અને દૂરથી. પેટમાંથી થોડો ખોરાક મળ્યો છે જે વિસેરા સેંપલ તપાસ માટે મોકલવામાં આવ્યું છે.
વધુ વાંચો





















