દરિયાની વચ્ચે ફ્લેગશિપ કન્ટેનર જહાજમાં મોટો વિસ્ફોટ, જાણો કઈ રીતે બની ઘટના
કેરળ કિનારા નજીક સોમવારે સવારે સિંગાપોરના ફ્લેગશિપ કન્ટેનર જહાજ 'MV Wan Hai 503' માં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે.

કેરળ કિનારા નજીક સોમવારે સવારે સિંગાપોરના ફ્લેગશિપ કન્ટેનર જહાજ 'MV Wan Hai 503' માં વિસ્ફોટ થયાના અહેવાલ સામે આવ્યા છે. ડિફેન્સ પીઆરઓ અનુસાર, આ અંડરડેક વિસ્ફોટ સવારે લગભગ 10:30 વાગ્યે થયો હતો, જેની જાણ મુંબઈ સ્થિત મરીન ઓપરેશન્સ સેન્ટર દ્વારા કોચી અધિકારીઓને કરવામાં આવી હતી. આ 270 મીટર લાંબુ અને 12.5 મીટર ડ્રાફ્ટ જહાજ 7 જૂને કોલંબોથી નીકળ્યું હતું અને 10 જૂને મુંબઈ પહોંચવાનું હતું. આ ઘટના અંગે તપાસ કરવામાં આવી રહી છે.
વિસ્ફોટ જહાજના નીચેના ભાગમાં થયો હતો
પ્રાપ્ત માહિતી અનુસાર, વિસ્ફોટ જહાજના નીચેના ભાગમાં એટલે કે અંડરડેકમાં થયો હતો. ઘટના સમયે જહાજ કેરળ કિનારા નજીક સમુદ્રમાં હતું. અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તકેદારી વધારી દેવામાં આવી છે.
સંરક્ષણ પીઆરઓના જણાવ્યા અનુસાર, પરિસ્થિતિની ગંભીરતાને સમજીને, ભારતીય નૌકાદળે ઝડપથી પ્રતિક્રિયા આપી અને કોચી સ્થિત INS સુરતને જહાજને તાત્કાલિક સહાય પૂરી પાડવા માટે ઘટનાસ્થળે વાળવામાં આવ્યું. આ નિર્ણય પશ્ચિમી નૌકાદળ કમાન્ડ દ્વારા સવારે 11 વાગ્યે લેવામાં આવ્યો.
At around 0930 hrs today, the Indian Coast Guard received a distress alert from the Singapore-flagged container vessel Wan Hai 503, regarding an explosion and subsequent fire onboard one of the containers, 88 Nautical miles from the coast of Beypore. The vessel had departed the… https://t.co/CgK0mYslwJ
— ANI (@ANI) June 9, 2025
પીઆરઓએ જણાવ્યું હતું કે, '9 જૂન 25 ના રોજ લગભગ 10.30 વાગ્યે MOC (કોચી) ને MOC (મુંબઈ) તરફથી 'MV Wan Hai 503'માં વિસ્ફોટ થવાની માહિતી મળી. આ જહાજ સિંગાપોર ફ્લેગ કન્ટેનર જહાજ છે, જે 270 મીટર લાંબુ અને 12.5 મીટર ડ્રાફ્ટ છે. તેનું LPC કોલંબો છે.'
ભારતીય કોસ્ટ ગાર્ડે કહ્યું, જહાજ હાલમાં પાણીમાં ડૂબી ગયું છે અને સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા આગને કાબૂમાં લેવા માટે અગ્નિશામક પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. આ દરમિયાન સંભવિત જોખમોને લઈ જહાજ પરના કાર્ગોની વિગતોની તપાસ કરવામાં આવી રહી છે. zICG ડીજી શિપિંગ, રાજ્ય વહીવટ અને જહાજ માલિકો સાથે સંકલન જાળવી રહ્યું છે જેથી બદલાતી પરિસ્થિતિ માટે પ્રતિભાવ યોજના બનાવી શકાય. મુશ્કેલીમાં મુકાયેલા ક્રૂના જીવ બચાવવા, અગ્નિશામક અને પર્યાવરણીય જોખમને ઓછું કરવું એ કોસ્ટ ગાર્ડની પ્રાથમિકતા છે.




















