શોધખોળ કરો
ચીન સાથે તણાવ વચ્ચે 27 જૂલાઈ સુધીમાં 6 રાફેલ વિમાન ભારતને મળી શકે છે
સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે.

નવી દિલ્હી: સરહદ પર ચીન સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો થવા જઈ રહ્યો છે. ફ્રાંસ પાસેથી મળનારા 36 રાફેલ લડાકૂ વિમાનની પ્રથમ ખેપ 27 જૂલાઈ સુધી ભારત પહોંચી શકે છે. પ્રથમ ખેપમાં ભારતીય વાયુસેનાને 6 ફાઈટર જેટ મળી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે અંબાલા એરબેઝ પર રફાલ વિમાનોની પૂરી તૈયારી કરી લીધી છે. કારણ કે પ્રથમ ખેપ દિલ્હીની નજીક હરિયાણાના આ બેઝ પર તૈનાત કરવામાં આવશે. રફાલ ફાઈટર જેટને તૈનાત કરવાને લઈને અંબાલા એરબેઝ પર અલગથી ઈંફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં હેંગર, એર સ્ટ્રીપ અને કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સિસ્ટમ સામેલ છે. રફાલની પહેલી સ્કોવડ્રનને ગોલ્ડન એરો નામ આપવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનામાં રફાલનું સામેલ થવું દક્ષિણ એશિયામાં ગેમચેન્જર માનવામાં આવી રહ્યું છે. કારણ કે રફાલ 4.5 જનરેશન મીડિયમ મલ્ટીરોલ એરક્રાફ્ટ છે. મલ્ટીરોલ હોવાના કારણે બે એન્જિનવાળુ રફાલ ફાઈટર જેટ એર-સુપ્રેમૈસી એટલે કે હવામાં પોતાની તાકાત કાયમ રાખવાની સાથે સાથે ડીપ-પૈનેટ્રેશન એટલે કે દુશ્મની સરહદમા જઈને હુમલો કરવામાં પણ સક્ષમ છે. જાણકારી મુજબ, રફાલની મિસાઈલ-મિટયોર અને સ્કૈલ્પ વિમાનો પહેલા જ અંબાલા પહોંચી જશે. મિટયોર મિસાઈલની રેન્જ આશરે 150 કિલોમીટર છે. આ મિસાઈલ દુનિયાના સૌથી ઘાતક હથિયારોમાં ગણતરી થાય છે.
વધુ વાંચો





















