શોધખોળ કરો
Advertisement
પ્રેમમાં પાગલ સોફ્ટવેર એન્જિનિયર યુવક દિવાલ કૂદી યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને પછી.......
તેલંગાણના સાઇબરાબાદમાં પ્રેમમાં પાગલ યુવક યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને ત્યારબાદ યુવકે જે કર્યું તે જાણીને સૌ કોઇ દંગ કરી ગયા છે.
તેલંગાણાના સિટી સાઇબરાબાદ બાદમાં એક ચૌકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક 29 વર્ષિય સોફ્ટવેર એન્જિનિયર યુવક એક યુવતીના ઘરમાં ઘૂસી ગયો અને ચાકૂ વડે તેના પર હુમલો કરી દીધો.
ઘટના અંગે મળતી માહિતી મુજબ આ ઘટના સાઇબરાબાદના લક્ષ્મીનગરની છે. અહીં આરોપી યુવકે એપાર્ટમેન્ટની દિવાલ કૂદીને એપાર્ટમેન્ટમાં ઘૂસી ગયો અને ત્યારબાદ ફલેટમાં ઘૂસીને યુવતી પર ચાકૂથી હુમલો કરી દીધો.
મોબાઇલથી બનાવેલા વીડિયોમા જોઇ શકાય છે કે, યુવતીના પેટ અને છાતીમાં ચાકૂના ઘા લાગેલા છે. અને ઇજાગ્રસ્ત હાલતમાં તે ખુરશી પર બેઠી છે. ત્યારબાદ વીડિયોમાં જોઇ શકાય છે કે, માતા પિતા તેમની દીકરીને પકડીને ઉભા છે અને અમ્બ્યુલન્સની રાહ જોઇ રહ્યાં છે.
આરોપી સલમાન શાહરૂખ મંગળવારે સાંજે 7.40 વાગે એપાર્ટમેન્ટમાં ઘૂસ્યા હતા અને યુવતી પર તીક્ષ્ણ ચાકૂ વડે હુમલો કર્યો હતો. પોલીસ સૂત્ર દ્રારા મળતી માહિતી મુજબ આરોપી યુવક 2 વર્ષથી યુવતીને ઓળખતો હતો અને આરોપી યુવકે યુવતી સામે પ્રેમનો એકરાર પણ કર્યો હતો. યુવતીએ તેમનો પ્રેમ પ્રસ્વાત ઠુકરાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. જ્યારે યુવતી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ઘટના બાદ ભાજપના પ્રદેશ અધ્યક્ષ બંદી સંજય કુમાર હોસ્પિટલ પહોંચ્યા હતા અને યુવતીના ખબર અંતર પૂછવાની સાથે યુવતીના માતા પિતા સાથે મુલાકાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion