Sonali Phogat Case: સોનાલી ફોગાટની હત્યા માટે 10 કરોડ રુપિયામાં ડિલ થઈ? પરિવારને મળેલા ગુમનામ પત્રમાં થયો દાવો
હરિયાણા ભાજપનાં દિવંગત નેતા સોનાલી ફોગાટના પરિવારજનોને બે અનામી પત્રો મળ્યા છે. આ પત્રોમાં 10 કરોડ રૂપિયાની ડીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
Sonali Phogat's Family Receives Letter: હરિયાણા ભાજપનાં દિવંગત નેતા સોનાલી ફોગાટના પરિવારજનોને બે અનામી પત્રો મળ્યા છે. આ પત્રોમાં 10 કરોડ રૂપિયાની ડીલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સોનાલી ફોગાટના બનેવી અમન પુનિયાએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું છે કે, બંને પત્રોની તપાસ થવી જોઈએ કારણ કે તેમની પાસે કેસ સાથે સંબંધિત મહત્વપૂર્ણ માહિતી છે. પહેલા પત્રમાં કહેવાયું હતું કે, હત્યા કેસમાં 10 કરોડમાં ડીલ થઈ હતી. બીજા પત્રમાં રાજકીય નેતાઓના નામનો ઉલ્લેખ છે.
અમન પુનિયાએ વધુમાં જણાવ્યું હતું કે, એક પત્ર એક મહિના પહેલા મળ્યો હતો, જ્યારે બીજો પત્ર થોડા દિવસો પછી મળ્યો હતો. અભિનેત્રી અને રાજનેતા સોનાલી ફોગાટને 23 ઓગસ્ટે ઉત્તર ગોવાની એક હોસ્પિટલમાં મૃત હાલતમાં લાવવામાં આવી હતી. જે બાદ તેની કથિત હત્યાના સંબંધમાં તેના બે સહયોગીઓ સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં ખુલાસો થયો કે, સોનાલી ફોગાટને તેના સાગરિતો દ્વારા બળજબરીથી પીણામાં ડ્રગ્સ ભેળવીને આપવામાં આવતું હતું.
ભાજપના નેતા પર આરોપ લાગ્યો હતો
આ પહેલા સોનાલી ફોગાટના ભાઈ રિંકુએ બીજેપી નેતા કુલદીપ બિશ્નોઈ પર તેની બહેનની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. હિસ્સારમાં આયોજિત સર્વ ખાપ મહાપંચાયતમાં રિંકુએ આ વાતનો ખુલાસો કર્યો હતો. ખાપના પ્રવક્તા સંદીપ ભારતીએ કહ્યું હતું કે, સોનાલી ફોગાટના પરિવારજનોના આરોપો બાદ સર્વ ખાપ મહાપંચાયતે નિર્ણય લીધો છે કે કુલદીપ બિશ્નોઈએ મહાપંચાયત સમક્ષ પોતાનો પક્ષ સમજાવે.
સોનાલીની બહેન ચૂંટણી લડશે
અમન પુનિયાએ એમ પણ જણાવ્યું કે, સોનાલીની બહેન રૂકેશ આદમપુરથી ચૂંટણી લડશે. અમન પુનિયાએ કહ્યું, "સોનાલીની બહેન રુકેશ આદમપુરથી ચૂંટણી લડશે. અમારો આમ આદમી પાર્ટી સાથે કોઈ સંબંધ નથી. અમે પહેલાથી જ ભારતીય જનતા પાર્ટી (BJP)માં છીએ. અમે લોકો સાથે આ અંગે ચર્ચા કરીશું અને પછી નિર્ણય લઈશું." ઉલ્લેખનીય છે કે, CBI હવે સોનાલી ફોગાટની (Sonali Phogat) હત્યાની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો....