શોધખોળ કરો
Coronavirus: સોનિયા ગાંધીએ કૉંગ્રેસ શાસિત રાજ્યોના CMને લખ્યો પત્ર, કહ્યું- અસરકારક પગલા ઉઠાવો
સોનિયા ગાંધીએ કહ્યું, આ સંદર્ભમાં પ્રભાવી પગલા ઉઠાવો અને પુરી તૈયારીઓ કરવામાં આવે. કોઈપણ સ્થિતિ સામે લડવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓની ક્ષમતામાં વધારો કરવામાં આવે.

નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસના વધી રહેલા મામલાને જોતા કૉંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શુક્રવારે પાર્ટી શાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓને પત્ર લખી કહ્યું કે તેઓ કોરોના વાયરસ સામે લડવા માટે યોગ્ય પગલા ઉઠાવે અને રાજ્યમાં પૂરી તૈયારીઓ રાખે. પંજાબ, મધ્યપ્રદેશ,છત્તીસગઢ, રાજસ્થાન અને પુડુચેરીના મુખ્યમંત્રીઓને લખેલા પત્રમાં તેમણે કહ્યું, 'આપણે વૈશ્વિક સ્તર પર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આપાત સ્થિતિમાં છીએ. દુનિયાભરમાં તેને લઈને ઉઠાવવામાં આવેલા પગલાઓની સાથે આપણે ઘરેલૂ સ્તર પર પણ પગલા ઉઠાવવા પડશે.'
સોનિયા ગાંધીએ કહ્યું, આ સંદર્ભમાં પ્રભાવી પગલા ઉઠાવો અને પુરી તૈયારીઓ કરવામાં આવે. કોઈપણ સ્થિતિ સામે લડવા માટે સાર્વજનિક સ્વાસ્થ્ય સેવાઓની ક્ષમતામાં વધારો કરવામાં આવે.
કૉંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ કહ્યું, ભારતમાં કોરોના વાયરસના વધી રહેલા કેસને જોતા આ વાયરસથી પીડિતોની તપાસ અને સંક્રમિત દર્દીઓને અલગ રાખવાની વ્યવસ્થા બનાવવામાં આવે. રાજ્ય સરકારને પણ મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તેનો આદેશ જાહેર કરવામાં આવે. જેનાથી વાયરસના ફેલાવવા પર અંકુશ લગાવવામાં મદદ મળી શકે છે. તેમણે એમ પણ કહ્યું કે કોરોના વાયરસ વિશે ખોટી માહિતીના પ્રસારને અટકાવવા માટે જાગરૂતતા અભિયાન શરૂ કરવામાં આવે. ભારતમાં અત્યાર સુધીમાં 31 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટી થઈ છે. ભારતમાં કોરોનાની અસર હવે ધીમે ધીમે વધી રહી છે. દિલ્હીમાં કોરોના વાયરસનો વધુ એક કેસ સામે આવ્યો છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી આ જાણકારી આપવામાં આવી છે.Sonia Gandhi to CMs of Cong-rules states: Protocols for contact identification & isolation must be put in place. Quarantine facilities, especially at points of entry must be set up urgently. State govt may consider issuing advisories regarding avoiding large public gatherings. https://t.co/VdhXK8pzq6
— ANI (@ANI) March 6, 2020
વધુ વાંચો
Advertisement


470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk
ટોપ સ્ટોરી
શિક્ષણ
ક્રિકેટ
સુરત
બિઝનેસ
Advertisement