મહારાષ્ટ્રમાં લાગી શકે છે 14 દિવસનું લોકડાઉન, ઉદ્ધવ ઠાકરે આજે કરશે નિર્ણયઃ સૂત્ર
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલ કોવિડ ટાસ્ટ ફોર્સની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેએ 8 દિવસના લોકડાઉન લાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો.
મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાના 24 કલાકમાં 63થી વધારે નવા કેસ અને 349 લોકોના મોત બાદ રાજ્ય સરકાર લોકડાઉનની દિશામાં આગળ વધી ચૂકી છે. સૂત્રો અનુસાર મહારાષ્ટ્રમાં 14 દિવસનું લોકડાઉન આવી શેક છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે આજે ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે બેઠક કરશે, આ બેઠકમાં લોકડાઉનને લઈને નિર્ણય થશે.
જણાવીએ કે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસનો સામનો કરવા માટે બનાવવામાં આવેલ કોવિડ ટાસ્ટ ફોર્સની બેઠકમાં મુખ્યમંત્રી ઉદ્ધ ઠાકરેએ 8 દિવસના લોકડાઉન લાવવાનો પ્રસ્તાવ રાખ્યો હતો. જ્યારે ટાસ્ટ ફોર્સના કેટલાક સભ્યો 14 દિવસના કડક લોકડાઉનના પક્ષમાં હતા.
બીજી બાજુ આજે શિવસેનાના મુખપત્ર સામનામાં પણ 14 દિવસના લોકડાઉનની વકાલત કરવામાં આવી છે. સામનમાં લખ્યું છે કે, “કોરોના સંક્રમણની ચેઈન તોડવા માટે લોકડાઉન સિવાય બીજો કોઈ વિકલ્પન થી. હવે આ સિવાય બીજો કોઈ વિકલ્પ હશે તો શ્રી ફડણવીસ બતાવશે હાલમાં લોકોની જીવ જઈ રહ્યા છે તે ચક્રને રોકવા માટે કડક લોકડાઉન અને પ્રતિબંધ જરૂરી છે, એવું મુખ્યમંત્રીનું કહેવું છે.”
તેની સાથે જ સામનામાં લખ્યું છે કે, વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી દ્વારા બોલાલવામાં આવેલ સર્વપક્ષીય બેઠકમાં હાજર હતા. ફડણવીસ અને તેમના પક્ષનું લોકડાઉન મુદ્દે અલગ વલણ છે. લોકડાઉન બિલકુલ નહીં, એવું થયું તો લોકોનો આક્રોશ ભડકી ઉઠશે. ફડણવીસના આ દાવામાં બિલકુલ સત્ય નથી, એવુ કંઈ જ નથી.
મહારાષ્ટ્રમાં કોરોનાની શું છે સ્થિતિ
મહારાષ્ટ્રમાં રવિવારે કોરોનાના નવા 62,394 નવા કેસ નોંધાયા હતા. જ્યારે 349 લોકોના મોત થયા હતા. આ સાથે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા 34,07,245 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 27,82,161 છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 57,987 છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 5,65,587 છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,68,912 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 904 લોકોના મોત થયા છે. જોકે 75,086 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- એક કરોડ 35 લાખ 27 હજાર 717
- કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 21 લાખ 56 હજાર 529
- કુલ એક્ટિવ કેસ - 12 લાખ 01 હજાર 009
- કુલ મોત - એક લાખ 70 હજાર 179