શોધખોળ કરો
Advertisement
સાઉથ દિલ્લીમાં 22 વર્ષિય યુવતીની ગળુ કાપીને હત્યા
નવી દિલ્લીઃ સાઉથ દિલ્લી ખાનપુર ઇલાકામાં એક 22 વર્ષિય યુવતીની ગળુ કાપીને હત્યા કરવામાં આવી છે. યુવતી પોતાની મહિલા મિત્ર સાથે ભાડે રહેતી હતી. હાલ પોલીસે બોડીનો કબ્જો લઇને પોસ્ટમોર્ટમમાટે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.
આરતી નામની યુવતીની હત્યાની જાણ ત્યાર થઇ જ્યારે દરવાજાની હાર લોહીના દેખાયું તો પાડોશમાં રહેતા લોકોએ મકાન માલિકને ફોન કરીને આ અંગ જાણ કરી હતી. ત્યાર બાદ મકાન માલિકે 100 નંબર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસ જ્યારે ઘટના સ્થળે પહોંચી તો રૂમમાં ચારેય તરફ લોહીથી તરબળ હતુ.
મકાન માલિકના જણાવ્યા અનુસાર 2 મહિના પહેલા જ યુવતીએ ભાડેથી રહેવા માટે આવી હતી. અને તે કોઇ પ્રાવેટ કંપનીમાં કમ કરતી હતી. યુવતી સાથે અન્ય મહિલા મિત્ર પણ રહેતી હતી. પોલીસના જણાવ્યા અનુસાર રૂમમાંથી દારૂની બોટલો પણ મળી આવે છે. અને પોલીસ શક છે કે, આ ઘટના પાછળ કોઇ જાણકારનો જ હાથ હોઇ શકે છે. પોલીસ આ હત્યાને લવ એંગલથી જોડીને જઇ રહી છે. હાલમાં પોલીસ યુવતીની મિત્ર અને તેના ઘરવાળાની પુછપરછ કરીને સુરાગ ભેગા કરી રહી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
ઓટો
બિઝનેસ
Advertisement