શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
AAP છોડીને ભાજપમાં સામેલ થયેલા ધારાસભ્ય અનિલ વાજપેઇ અને દેવેન્દ્ર સેહરાવતને સ્પીકરે ગેરલાયક ઠેરવ્યા
લોકસભા ચૂંટણી અગાઉ આ વર્ષે ગાંધીનગરથી ધારાસભ્ય અનિલ વાજપેઇ ભાજપમાં સામેલ થયા હતા.
નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભાના અધ્યક્ષ રામ નિવાસ ગોયલે પાર્ટી બદલવાના આધાર પર ધારાસભ્ય અનિલ વાજપેઇ અને દેવેન્દ્ર સેહરાવતને ગેરલાયક ઠેરવ્યા છે. તેઓ આ વર્ષની શરૂઆતમાં આમ આદમી પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થયા હતા. આ જાણકારી ન્યૂઝ એજન્સી એએનઆઇએ આપી હતી.
નોંધનીય છે કે વર્ષ 2018માં સપ્ટેમ્બરમાં પાર્ટી વિરોધી ગતિવિધિઓને કારણે આમ આદમી પાર્ટીએ પોતાના ધારાસભ્ય દેવેન્દ્ર સેહરાવતનું સભ્યપદ રદ કરી દીધું છે. સેહરાવત પર પંજાબમાં પાર્ટીના લોકોએ ટિકિટ માટે મહિલાઓનું શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો.
લોકસભા ચૂંટણી અગાઉ આ વર્ષે ગાંધીનગરથી ધારાસભ્ય અનિલ વાજપેઇ ભાજપમાં સામેલ થયા હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ ભાજપ પર ખરીદ-વેચાણ કરીને વાજપેઇને સામેલ કરવાનો આરોપ લગાવ્યો હતો.Delhi Assembly Speaker Ram Niwas Goel has disqualified MLAs Anil Bajpai and Devendra Sehrawat on grounds of defection. They had joined BJP from AAP earlier this year. pic.twitter.com/j1w12Ui0Ed
— ANI (@ANI) August 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion