PM Modi on Twang : તવાંગ ઘર્ષણ બાદ પીએમ મોદીનો ચીનને સણસનતો જવાબ
તેમણે કહ્યું હતું કે, ભારતને કોઈ દબાવી શકશે નહીં. પીએમ મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી.
Sri Aurobindo Anniversary: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અરુણાચલ પ્રદેશ સરહાદે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC)ના તવાંગમાં તાજેતરમાં થયેલા ઘર્ષણને લઈને ચીનને જવાબ આપ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિના અવસરે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી અને આ દરમિયાન તેમણે ચીનને વળતો જવાબ આપ્યો હતો.
પીએમ મોદીએ પોતાના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, વિપરીત પરિસ્થિતિમાં ભારત થોડું મુરઝાઈ શકે છે-થોડું દબાઈ શકે છે પરંતુ ભારત ક્યારેય નષ્ટ નહીં થઈ શકે. તેમણે કહ્યું હતું કે, ભારતને કોઈ દબાવી શકશે નહીં. પીએમ મોદીએ આ નિવેદન એવા સમયે આપ્યું છે, જ્યારે 9 ડિસેમ્બરે અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં ભારત અને ચીનની સેના વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં બંને દેશના સૈનિકોને થોડી ઈજા થઈ હતી.
નરેન્દ્ર મોદીએ વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા શ્રી અરવિંદોની 150મી જન્મજયંતિના અવસરે એક સ્મારક સિક્કો અને ટપાલ ટિકિટ બહાર પાડી હતી. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, શ્રી અરબિંદોનું જીવન અને જન્મ એક ભારત, શ્રેષ્ઠ ભારતનું પ્રતિબિંબ છે. તેમનો જન્મ બંગાળમાં થયો હોવા છતાં, તેમણે તેમનું મોટાભાગનું જીવન ગુજરાત અને પુડુચેરીમાં વિતાવ્યું હતું. તેઓ જ્યાં પણ ગયા ત્યાં તેમણે પોતાના વ્યક્તિત્વની ઊંડી છાપ છોડી. આઝાદીની અમરતા માટે આ એક મહાન પ્રેરણા છે.'''''''' આ સાથે તેમણે કહ્યું કે શ્રી અરબિંદોને હિન્દી, મરાઠી, બંગાળી અને સંસ્કૃત સહિત ઘણી ભાષાઓનું જ્ઞાન હતું. તેમણે વધુમાં કહ્યું હતું કે, આજે આપણો ભારત ઘણા સંયોગો જોઈ રહ્યો છે. ભારત તેની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી કરી રહ્યું છે.
આ દરમિયાન વડાપ્રધાને ચીનનું નામ લીધા વિના જ તેને સણસણતો જવાબ આપ્યો હતો. પીએમ મોદીએ કહ્યું હતું કે,ભારત એ અમર બીજ છે જેને પ્રતિકૂળ સંજોગોમાં થોડું દબાવી શકાય છે, તે થોડું મુરઝાઈ શકે છે, પરંતુ તે મરી શકતું નથી કારણ કે ભારત માનવ સંસ્કૃતિનો સૌથી શુદ્ધ વિચાર છે, માનવતાનો સૌથી કુદરતી અવાજ છે.' તેમણે કહ્યું હતું કે, ભારત થોડું મુરઝાઈ શકે છે-થોડું દબાઈ શકે છે પરંતુ ભારત ક્યારેય નષ્ટ નહીં થઈ શકે.
ફર્સ્ટ ઈન્ડિયા પર કરી રહ્યાં છીએ કામ
પીએમ મોદી કહ્યું હતું કે, બંગાળના ભાગલા સમયે શ્રી અરબિંદોએ No Compromiseનો નારો આપ્યો હતો. લોકો આવી દેશભક્તિને પ્રેરણા સ્ત્રોત માનતા હતા. નેતાજી સુભાષચંદ્ર બોઝ પણ તેમને પોતાના પ્રેરણાસ્ત્રોત માનતા હતા. આજે આપણે વિકસિત ભારત બનાવવા માટે તમામ વિચારો અપનાવી રહ્યા છીએ. કોઈપણ સમાધાન વગર ઈન્ડિયા ફર્સ્ટ પર કામ કરવું.
15 ઓગસ્ટ, 1872ના રોજ જન્મેલા શ્રી અરબિંદો એક સ્વપ્નદ્રષ્ટા હતા જેમણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. વડાપ્રધાન કાર્યાલય (PMO)ના નિવેદન અનુસાર, 'સ્વતંત્રતાના અમૃત મહોત્સવ' અંતર્ગત પુડુચેરીના કમ્બન કલાઈ સંગમ ખાતે આયોજિત આ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી અરવિંદોના સન્માનમાં આ સિક્કો અને ટપાલ ટિકિટ જારી કરવામાં આવી છે.