શોધખોળ કરો
Advertisement
શ્રીલંકન નૌસેનાએ તમિલનાડુના માછીમારો પર હુમલો કર્યો , નાવ ડૂબાડી
રામેશ્વરઃ શ્રીલંકન નૌસેનાએ તમિલનાડુના માછીમારો પર કથિત હુમલો કરતા તેમના પર પત્થર મારો કર્યો હતો. તેમની નાવને ડુબાડી દીધી હતી. અને માછલી પકડવાની જાળને નષ્ટ કરી દીધી હતી. આ ઘટના ત્યારે બની હતી જ્યારે માછીમારો ઘનુષકોટિ અપતટીય ક્ષેત્રમાં માછલી પકડી રહ્યા હતા.
તમિલનાડુ મશીનીકૃત માછીમારો સંગઠનના અધ્યક્ષ પી સેસુરાજાએ પત્રકારો સાથે વાત કરતા જણાવ્યુ હતું કે, શ્રીલંકન નૌસેનિકોએ અંદાજે 70 નાવને નષ્ટ કરી દીધી હતી. અને પત્થર મારો કર્યો હતો, બોટલો ફેંકી હતી. આના લીધે 2,000 માછીમારોને ભાગવા માટે મજબૂર થવુ પડ્યું હતું. અને તે આજ સવારે સમુદ્ર કિનારે પરત ફર્યા હતા.
તેમણે અમુક નાવોના કાચ પણ તોડી નાખ્યા હતા. સેસુરાજાએ જણાવ્યું હતુ કે આ વિસ્તારમાં ગઇ રાતે માછલી પકડનાર 437 મશીનીકૃત નાવો સાથે સમુદ્રમાં ગયા હતા. અને ઘનુષકૉટિ અપતટીય ક્ષેત્રમાં માછલી પકડલી રહ્યા હતા. તેજ સમયે શ્રીલંકન નાવોના જવાનોએ તેમને કથિત ટક્કર મારી હતી.
તેમણે દાવો કર્યો હતો કે, ટક્કરના પરિણામ સ્વરૂપ નાવ બે ટુક્કડા થઇ ગયા હતા. અને તે ડૂબી ગઇ હતી. તેમણે જણાવ્યં હતુ કે, નાવ પર પાંચ માછીમારો સવાર હતા જેમને તેમના સાથીઓને બચાવ્યા હતા.
શ્રીલંકન નોસેનાના વાનો દ્વારા પુડુકોટ્ટઇ જિલ્લાના માછીમારોને તેમની નાવો સાથે ઘરકપડ કર્યા બાદ આ ઘટના સામે આવી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
શિક્ષણ
બોલિવૂડ
ગુજરાત
Advertisement