શોધખોળ કરો

Stayendra Jain : સત્યેન્દ્ર જૈનના વધુ એક 'ફાઈવ સ્ટાર' વીડિયોથી ખળભળાટ, જેલમાં જ હોટલની વાનગીઓ ઝાપટી

દિલ્હી સરકારમાં કદ્દાવર મંત્રાલય સંભાળતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રીંગ કેસમાં જેલમાં બંધ છે. પહેલા જેલમાં જ રહીને મસાજ કરાવવાનો અને હવે વધુ એક સામે આવેલા વીડિયોએ વિવાદનો મધપુડો છંછેડ્યો છે.

Stayendra Jain New Video: દિલ્હી સરકારના મંત્રી સત્યેન્દ્ર જૈનને લઈને વિવાદ જાણે અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. દિલ્હી સરકારમાં કદ્દાવર મંત્રાલય સંભાળતા સત્યેન્દ્ર જૈન મની લોન્ડ્રીંગ કેસમાં જેલમાં બંધ છે. પહેલા જેલમાં જ રહીને મસાજ કરાવવાનો અને હવે વધુ એક સામે આવેલા વીડિયોએ વિવાદનો મધપુડો છંછેડ્યો છે. વીડિયો સામે આવતા જ ભાજપે આપ અને જૈનને બરાબરના આડેહાથ લીધા હતાં. 

સત્યેન્દ્ર જૈનનો એક નવો વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જેલમાં જ રહીને બિંદાસ્ત બની હોટલનું ખાવાનું ખાઈ રહ્યાં હોવાનું દેખાઈ આવે છે. ભાજપે આ વીડિયો જાહેર કરતા કહ્યું હતું કે, આ જેલ નહીં પણ કોઈ રિસોર્ટ હોય તેવું પ્રતિત થાય છે. આ વીડિયોએ સત્યેન્દ્ર જૈનના એ દાવાની પોલ ખોલી નાખી છે જેમાં તેમણે બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે જેલમાં તેમને યોગ્ય જમવાનું નથી આપવામાં આવી રહ્યું.  

આમ આદમી પાર્ટીના નેતા અને કેબિનેટ મંત્રી સત્યેન્દ્ર જૈન હાલ મની લોન્ડિંગના આરોપ હેઠળ દિલ્હીની તિહાડ જેલમાં છે. તાજેતરમાં જ તેમનો વધુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં તેઓ જેલમાં બેઠા બેઠા સ્વાદિષ્ઠ વાગનીઓની મોજ માણી રહ્યાં હોવાનું દેખાઈ આવે છે.  ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા આ વીડિયોમાં સત્યેન્દ્ર જૈનના પલંગ પર ત્રણ અલગ-અલગ બોક્સ દેખાય છે. જેમાં અલગ-અલગ પ્રકારની વાનગીઓ રાખવામાં આવી છે. આ સાથે સત્યેન્દ્ર પણ ફળ ખાતા જોવા મળે છે. તિહાર જેલના સૂત્રોના જણાવ્યા અનુસાર, સત્યેન્દ્ર જૈનનું વજન 8 કિલો વધી ગયું છે જ્યારે તેમના વકીલે દાવો કર્યો છે કે જેલમાં રોકાણ દરમિયાન તેમનું વજન 28 કિલો ઘટી ગયું છે.

આ અગાઉ જૈનનો જેલમાં જ રહીને કોઈ વ્યક્તિ પાસે મસાજ કરાવતા હોવાનો વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ આમ આદમી પાર્ટી અને સત્યેન્દ્ર જૈન પર ચારેકોરથી માછલા ધોવાયા હતાં. આ ઘટનાનો વિવાદ હજી સમ્યો નથી ત્યાં બીજો વીડિયો સામે આવતા જૈન મુશ્કેલીમાં મુકાયા છે.   

બીજી બાજુ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD)ની ચૂંટણી પહેલા સામે આવેલા સત્યેન્દ્ર જૈનના આ પ્રકારના વીડિયોથી આમ આદમી પાર્ટી બેબાકળી બની છે. ભારતીય જનતા પાર્ટી તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવતી જોવા મળી રહી છે. મસાજનો વીડિયો જાહેર કર્યા બાદ પાર્ટીએ લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેના (વિનય કુમાર સક્સેના)ને આ મામલે તપાસ કરવા પત્ર લખ્યો છે. અગાઉ દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ મસાજ વીડિયો પર પ્રેસ કોન્ફરન્સ કરીને ભાજપ પર સસ્તી રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિસોદિયાએ દાવો કર્યો હતો કે, સત્યેન્દ્ર જૈન બીમાર છે અને ડૉક્ટરે તેમને ફિઝિયોથેરાપી કરાવવા માટે કહ્યું છે માટેઅ તેમની મસાજ કરવામાં આવી રહી છે.

માસીર ફિઝિયોથેરાપિસ્ટ નથી પણ બળાત્કારી છે...

મનીષ સિસોદિયાના દાવા પછી, 22 નવેમ્બર, મંગળવારના રોજ ખુલાસો થયો કે મસાજ કરનાર વ્યક્તિ ફિઝિયોથેરાપિસ્ટ નથી પરંતુ સગીર સાથે બળાત્કારનો આરોપી છે. આ વ્યક્તિ વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
Shani Dev: વર્ષના પહેલા શનિવારે કરો આ લાલ મરચાના ઉપાય, આખું વર્ષ રહેશે શનિદેવની કૃપા
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ
Embed widget