શોધખોળ કરો
Advertisement
JNU હિંસા વિરુદ્ધ મુંબઇમાં પણ વિદ્યાર્થીઓનું પ્રદર્શન, જોવા મળ્યું 'ફ્રી કાશ્મીર'નું પોસ્ટર
આ વીડિયોમાં મહિલાના હાથમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર જોવા મળી રહ્યું છે
મુંબઇઃ ગેટવે ઓફ ઇન્ડિયા પર એક મહિલા પ્રદર્શનકારીનો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં મહિલાના હાથમાં ફ્રી કાશ્મીરનું પોસ્ટર જોવા મળી રહ્યું છે. ફ્રી કાશ્મીરનો અર્થ એ છે કે કાશ્મીરને આઝાદ કરો. નોઁધનીય છે કે પાંચ ઓગસ્ટના રોજ ભારત સરકારે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો આપતી કલમ 370 ખત્મ કરી દીધી હતી. આ સાથે જમ્મુ કાશ્મીરના ભાગલા પાડી જમ્મુ કાશ્મીર અને લદાખ એમ બે કેન્દ્રશાસિત પ્રદેશ જાહેર કરી દેવામાં આવ્યા છે.
તે સિવાય એક વિવાદિત પોસ્ટર પણ જોવા મળ્યું હતું. જેમાં લખવામાં આવ્યું હતું કે પ્રાઉડ અર્બન નક્સલ. આ પ્રદર્શન જેએનયુની ઘટનાના વિરોધમાં કરવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે પાંચ જાન્યુઆરીએ જેએનયુમાં હિંસામાં 20થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. જેએનયુ વિદ્યાર્થી સંગઠને દાવો કર્યો હતો કે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે હિંસા કરી છે જ્યારે એબીવીપીએ લેફ્ટ વિંગ પર મારપીટનો આરોપ લગાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
બોલિવૂડ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion