Arvind Kejriwal: ચૂંટણી વચ્ચે AAP માટે રાહતના સમાચાર, આ એક કારણે કેજરીવાલને મળી શકે છે જામીન, સુપ્રીમની મહત્વની ટિપ્પણી
Arvind Kejriwal News: દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 મે)ના રોજ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે આગામી ચૂંટણીને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર દલીલો સાંભળવા પર વિચાર કરી શકે છે.
Arvind Kejriwal News: દિલ્હીની તિહાર જેલમાં બંધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીન અંગે સુપ્રીમ કોર્ટે શુક્રવારે (3 મે)ના રોજ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે તે આગામી ચૂંટણીને કારણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર દલીલો સાંભળવા પર વિચાર કરી શકે છે.
Delhi Excise Policy case | Supreme Court says it may consider hearing arguments on interim bail of Delhi Chief Minister Arvind Kejriwal because of upcoming elections.
— ANI (@ANI) May 3, 2024
Supreme Court says as arguments on Kejriwal’s plea against arrest by the ED and his subsequent remand in the… pic.twitter.com/JafsDy6BzN
સુપ્રીમ કોર્ટે કહ્યું, "ઈડી દ્વારા તેમની ધરપકડ સામે કેજરીવાલની અરજી અને એક્સાઈઝ પોલિસી કેસમાં તેમના પછીના રિમાન્ડ પરની ચર્ચામાં સમય લાગી શકે છે. આવી સ્થિતિમાં કોર્ટ તેમના વચગાળાના જામીન પર દલીલો સાંભળી શકે છે." સુપ્રીમ કોર્ટે મંગળવારે (7 મે)ના રોજ કેસની સુનાવણી દરમિયાન EDના વકીલને આ પાસા પર તૈયાર રહેવા જણાવ્યું હતું.
જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તીની બેંચે બંને પક્ષોને ચેતવણી આપી હતી કે કોર્ટ જામીન આપશે એવું ન માની લે. તેમણે કહ્યું કે અમે જામીન આપીએ પણ ખરા અને ન પણ આપીએ, પરંતુ અમે અહીં દરેક પક્ષે હાજર છીએ અને તેનાથી કોઈને આશ્ચર્ય ન થવું જોઈએ.
કોર્ટે EDને એ પણ વિચારવા કહ્યું કે શું કેજરીવાલે મુખ્ય પ્રધાન તરીકેના તેમના પદને ધ્યાનમાં રાખીને કોઈ ફાઇલો પર હસ્તાક્ષર કરવા જોઈએ. જો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેરજીવાલને વચગાળાના જામીન આપવામાં આવશે તો તેમના પર પણ શરતો લાદવામાં આવશે. દિલ્હી હાઈકોર્ટે શુક્રવારે (3 મે) મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડને પડકારતી અરજીને ફગાવી દીધી અને કહ્યું કે તે સુનાવણી યોગ્ય નથી.
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે કેજરીવાલની કસ્ટડી લંબાવી હતી
આ પહેલા દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલ, ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા કે. કવિતા અને ચનપ્રીત સિંહની જ્યુડિશિયલ કસ્ટડી 7 મે સુધી લંબાવી હતી. દિલ્હી લિકર પોલિસી કેસમાં ત્રણેયની કસ્ટડી 14 દિવસ માટે લંબાવવામાં આવી હતી. નોંધનિય છે કે, આ જ કેસમાં મનિષ સિસોદિયા પણ જેલમાં છે,