શોધખોળ કરો
Advertisement
હૈદરાબાદ એન્કાઉન્ટરઃ સુપ્રીમ કોર્ટે કહ્યું- તમામને સચ્ચાઈ જાણવાનો હક, સ્વતંત્ર તપાસ થવી જોઈએ
મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું, લોકોને આ હકીકત જાણવાનો અધિકાર છે. તેલંગાણા પોલીસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને કહ્યું, અમે તેમને દોષી નથી જણાવી રહ્યા. તમે તપાસનો વિરોધ ન કરો પરંતુ તેમાં ભાગ લો.
નવી દિલ્હીઃ હૈદરાબાદમાં ગેંગરેપ અને હત્યાના આરોપીઓના એન્કાઉન્ટરની તપાસની માંગ પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસનો આદેશ કરીને એક આયોગ બનાવવા કહ્યું હતું. મામલાની સુનાવણી કરતા ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે, જસ્ટિસ એસ અબ્દુલ નઝીર અને જસ્ટિસ સંજીવ ખન્નાની પીઠે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ વીએ એસ સિરપુરકરના નેતૃત્વમાં ત્રણ સભ્યોની તપાસ સમિતિ બનાવી છે.
એન્કાઉન્ટરની તપાસ માટે બનેલા આયોગની ઓફિસ હૈદરાબાદમાં બનાવવામાં આવી છે. આયોગના તમામ સભ્યોને સુરક્ષા આપવામાં આવશે. કોર્ટે કહ્યું આ ત્રણ સભ્યોની સમિતિએ છ મહિનામાં રિપોર્ટ સોંપવો પડશે. આયોગનો પૂરો ખર્ચ તેલંગણા સરકારે ઉઠાવવો પડશે.
આ દરમિયાન ચીફ જસ્ટિસ અરવિંદ બોબડેએ તેલંગાણા સરકાર વતી હાજર રહેલા વકીલ મુકુલ રોહતગીને અનેક સવાલ કર્યા હતા.મુકુલ રોહતગીએ કોર્ટમાં જણાવ્યું કે, આરોપીઓએ પોલીસના હથિયાર છીનવીને ફાયરિંગ કર્યું હતું. તેથી પોલીસે આત્મરક્ષા માટે ગોળી ચલાવી હતી. આ દરમિયાન બે પોલીસકર્મી ઘાયલ પણ થયા હતા. મામલાની સુનાવણી કરતાં ચીફ જસ્ટિસ બોબડેએ કહ્યું, લોકોને આ હકીકત જાણવાનો અધિકાર છે. તેલંગાણા પોલીસ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મુકુલ રોહતગીને કહ્યું, અમે તેમને દોષી નથી જણાવી રહ્યા. તમે તપાસનો વિરોધ ન કરો પરંતુ તેમાં ભાગ લો. સુપ્રીમ કોર્ટમાં દાખલ ત્રણ અરજીઓમાં મહિલા ડોક્ટર સાથે ગેંગરેપ બાદ તેની હત્યાના ચાર આરોપીઓના એન્કાઉન્ટરને શંકાસ્પદ બતાવવામાં આવી રહ્યું છે. ગઈકાલે ચીફ જસ્ટિસે પ્રસ્તાવ આપતા કહ્યું હતું કે, એન્કાઉન્ટરની તપાસ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ કરશે. તેલંગાણા પોલીસે ઘટનાના દિવસે કહ્યું હતું કે, આરોપી પોલીસ સાથે થયેલી અથડામણમાં માર્યા ગયા હતા. આ ઘટના સવારે આશરે 6.30 કલાક દરમિયાન બની હતી. ઘટનાના રીકંસ્ટ્રક્શન માટે ઘટનાસ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવ્યા હતા તે દરમિયાન પોલીસકર્મીના હથિયાર છીનવી ફાયરિંગ કર્યું હતું. પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરતાં તેઓ માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં આ વર્ષે ગૂગલ પર છવાયા વિંગ કમાન્ડર અભિનંદન, ટોપ-10માં બોલીવુડની એક અભિનેત્રી પણ સામેલ કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા INDvWI ત્રીજી T20: બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં ઘાયલ થયો વિન્ડિઝનો સ્ટાર ખેલાડી, સ્ટ્રેચરમાં સુવડાવીને લઈ જવો હોસ્પિટલમાંSupreme Court orders a three member judicial inquiry into #TelanganaEncounter which is to be headed by former SC judge VS Sirpurkar. SC says no other court or authority shall inquire into this matter until further orders of this court. https://t.co/pnCRkqeWfZ
— ANI (@ANI) December 12, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
ગુજરાત
ગુજરાત
દેશ
Advertisement