શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા
રાજ્યમાં ભર શિયાળે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા, કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
![કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા Once again unseasonal rain in many parts of Gujarat કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/12024821/unseasonal-rain1.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
અમદાવાદઃ રાજ્યમાં ભર શિયાળે ફરી એક વખત વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે બનાસકાંઠા, કચ્છમાં કમોસમી વરસાદ પડ્યો હતો.
આજે વહેલી સવારે બનાસકાંઠાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. બનાસકાંઠામાં કમોસમી વરસાદી છાંટા પડવાથી થરાદ,ધાનેરા, લાખેણીના ખેડૂતોનો જીવ પડીકે બંધાયો હતો. ચોમાસામાં એકધારા વરસાદથી પહેલા મગફળી અને બાદમાં ઈયળના ઉપદ્રવથી કપાસનો પાક નિષ્ફળ ગયા બાદ હવે ખેડૂતોને જીરુ, રાયડો, એરંડા, રાજગાના પાકને નુકસાનની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કમોસમી વરસાદથી પાકમાં મચ્છર, ઈયળના ઉપદ્રવની આશંકા છે.
મહેસાણા જિલ્લાના વાતાવરણમાં પણ આજે સવારે પલટો આવ્યો છે. સવારથી જિલ્લાના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા છે. વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોની ચિંતા વધી ગઈ છે. રાયડો, એરંડા, ઘઉં અને જીરા જેવા પાકમાં નુકસાન થવાની ખેડૂતોને આશંકા છે.
કચ્છના લખપત તાલુકાના કાંઠાળ વિસ્તારોમાં અચાનક ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. લખપત તાલુકામાં ગત મોડી રાતે અચાનક વાતાવરણમાં પલટો આવતા દયાપર, ઘડુલી, વર્માનગર, દોલતપર, મેઘપર, નારાયણ સરોવરમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. જેના કારણે માર્ગ પરથી પાણી વહી વહેવા લાગ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)
gujarati.abplive.com
Opinion