શોધખોળ કરો
Advertisement
INDvWI ત્રીજી T20: બાઉન્ડ્રી રોકવાના પ્રયાસમાં ઘાયલ થયો વિન્ડિઝનો સ્ટાર ખેલાડી, સ્ટ્રેચરમાં સુવડાવીને લઈ જવો હોસ્પિટલમાં
ભારતીય ઈનિંગની 12મી ઓવરમાં દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર એવિન લુઈસ ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થયો હતો અને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે તાત્કાલિક મેદાન છોડવું પડ્યું હતું.
મુંબઈઃ મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે રાત્રે રમાયેલી ત્રીજી અને અંતિમ T20માં ભારતનો 67 રને વિજય થયો હતો. મેચ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝ 2-1થી જીતી હતી. ભારતે જીતવા આપેલા 241 રનના લક્ષ્યાંક સામે વિન્ડિઝ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 173 રન બનાવી શકી હતી. ભારતીય ઈનિંગની 12મી ઓવરમાં દરમિયાન વેસ્ટ ઈન્ડિઝનો ઓપનર એવિન લુઈસ ફિલ્ડિંગ દરમિયાન ઘાયલ થયો હતો અને ઘૂંટણમાં ઈજા થઈ હતી. જે બાદ તે તાત્કાલિક મેદાન છોડવું પડ્યું હતું.
મેચની 12મી ઓવરની પ્રથમ બોલ પર કેએલ રાહુલ સ્કવેર એરિયામાં શોટ ફટકાર્યો હતો. જ્યાં એવિન લુઇસ ઉભો હતો. બોલ પકડવાના પ્રયાસમાં તેનો ઘૂંટણ જમીન સાથે જોરથી અથડાયો અને તે મેદાન પર પડી ગયો. જે બાદ વેસ્ટ ઈન્ડિઝના ફિઝિયો ગ્રાઉન્ડ પર આવ્યા અને લુઈસનો ઘૂંટણ ચેક કર્યો. તેનો ઘૂંટણ સોજી ગયો હોવાથી તે પગ પણ હલાવી શકતો નહોતો. જે બાદ તેને સ્ટ્રેચર પર સુવડાવીને મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.#INDvWI Wishing Evin Lewis a full & quick recovery.🙏🏽 Looking forward to seeing you back in the middle soon champ.👊🏾 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/Sbti4Svfy3
— Windies Cricket (@windiescricket) December 11, 2019
ઘાયલ થતાં પહેલા તેણે શાનદાર ફિલ્ડિંગ પણ કરી હતી. રોહિત શર્માનો એક છગ્ગો બચાવ્યો હતો અને આ દરમિયાન લુઈસે રોહિતને રન આઉટ કરવાની કોશિશ પણ કરી હતી. ઈજાના કારણે મુકાબલામાં તે બેટિંગ કરવા પણ ઉતરી શક્યો નહોતો. ભારત સામે હાર સાથે જ વિન્ડિઝે T20માં બનાવ્યો શરમ જનક રેકોર્ડ, જાણો વિગત કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા🚨INJURY UPDATE:🚨 Evin Lewis was taken to the hospital for scans on right knee. A later update will be available on the prognosis. He will not open the batting & Brandon King will open with Lendl Simmons. #INDvWI #MenInMaroon pic.twitter.com/1VC5bOS9ec
— Windies Cricket (@windiescricket) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion