શોધખોળ કરો
Advertisement
પાકિસ્તાનમાં આ વર્ષે ગૂગલ પર છવાયા વિંગ કમાન્ડર અભિનંદન, ટોપ-10માં બોલીવુડની એક અભિનેત્રી પણ સામેલ
ચાલુ વર્ષે પાકિસ્તાનમાં ગૂગલ પર પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ટોપ-10 લોકોમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનું પણ નામ છે.
લાહોરઃ ચાલુ વર્ષે પાકિસ્તાનમાં ગૂગલ પર પર સૌથી વધારે સર્ચ કરવામાં આવેલા ટોપ-10 લોકોમાં ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન અને બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાનનું પણ નામ છે. આ જાણકારી ટેક દિગ્ગજ ગૂગલે આપી છે.
ગૂગલ ટ્રેંડસ સર્ચ ઈન યર 2019ના લિસ્ટમાં ભારતનો રિયાલિટી ટીવી શો બિગ બોસ સીઝન-13 બીજો સૈથી ટ્રેડિંગ સર્ચ રહ્યો હતો. આ લિસ્ટ સર્ચ કરવામાં આવેલા શબ્દોના આધારે તૈયાર કરવામાં આવી છે. બોલીવુડ ફિલ્મ કબીર સિંહ અને ગલી બોય પાકિસ્તાનમાં સર્ચ થયેલા લિસ્ટમાં અનુક્રમે પાંચમા અને નવમા ક્રમે રહ્યા હતા.
બોલીવુડ અભિનેતા સૈફ અલી ખાનની દીકરી ગૂગલના લિસ્ટમાં છઠ્ઠા નંબર પર રહી છે. સારા તેની ફિલ્મો અને ફેશન સેન્સ માટે જાણીતી છે. સારા 1995માં આવેલી કોમેડી ફિલ્મ કુલી નંબર 1ની રિમેકમાં અને ઈમ્તિયાઝ અલીની ફિલ્મમાં નજરે પડી શકે છે. સારાની પહેલી ફિલ્મ કેદારનાથ હતી, જે બાદ તે સિંબામાં નજરે પડી હતી.
વિંગ કમાન્ડર અભિનંદન આ લિસ્ટમાં નવમા સ્થાન પર છે. અભિનંદન ચાલુ વર્ષે પાકિસ્તાનના એફ-16 વિમાનનો પીછો કરી તેને તોડી પાડ્યું હતું અને તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થતાં પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા હતા. પાકિસ્તાન સેનાએ તેમની ધરપકડ કરી હતી. બાદમાં ભારતની કાર્યવાહી બાદ તેમનો છૂટકારો થયો હતો.
આ ઉપરાંત પાકિસ્તાની એક્ટ્રેસ નૈમલ ખ્વાર ખાન અને અલિઝેહ શાહ, અદનાન સામી, વાહીદ મુરાદ, ક્રિકેટર બાબર આઝમ, અસિફ અલી અને મોહમ્મદ અમીર તથા ન્યૂઝ એન્કર મધિહા નકવી પણ સર્ચ થયા હતા.
કચ્છ, બનાસકાંઠાના વાતાવરણમાં આવ્યો પલટો, પાકમાં ઈયળના ઉપદ્રવની આશંકા ભારત સામે હાર સાથે જ વિન્ડિઝે T20માં બનાવ્યો શરમ જનક રેકોર્ડ, જાણો વિગતAbhinandan Varthaman, Sara Ali Khan among most-searched personalities in Pakistan Read @ANI Story | https://t.co/WrH70E1Ar1 pic.twitter.com/kOmzTbqtg1
— ANI Digital (@ani_digital) December 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
ગુજરાત
ઓટો
Advertisement