(Source: ECI/ABP News/ABP Majha)
Caste Based Census: જાતિ આધારીત વસ્તી ગણતરીના નિર્ણયની વિરુદ્ધની અરજી પર સુનાવણી કરવાનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર
સરકારના આ નિર્ણય પર પ્રતિબંધ મુકવા માટે સુપ્રીમ કોર્ટે દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો.
Caste Census News: બિહારમાં રાજ્ય સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરી રહી છે. શુક્રવારે સરકારના આ નિર્ણય પર પ્રતિબંધ મુકવા માટે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી કરવાનો ઇનકાર કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે સમગ્ર રાજ્યમાં જાતિ આધારિત વસ્તી ગણતરી કરવાના બિહાર સરકારના નિર્ણયને પડકારતી વિવિધ અરજીઓ પર કહ્યું હતું કે અરજદારોએ સંબંધિત હાઈકોર્ટનો સંપર્ક કરવો જોઈએ.
Supreme Court refuses to entertain various pleas challenging Bihar Government's decision to conduct caste-based census across the State.
— ANI (@ANI) January 20, 2023
The court grants liberty to petitioners to approach the concerned High Court and to seek appropriate remedies as per law. pic.twitter.com/9Ke8jZIYt9
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે આ એક પ્રચાર હિતની અરજી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે કહ્યું કે કોઈ ચોક્કસ જાતિને કેટલી અનામત આપવી જોઈએ તે અંગે અમે સૂચના કેવી રીતે જાહેર કરી શકીએ. ન્યાયાધીશોએ કહ્યું કે અમે આવા નિર્દેશ જાહેર કરી શકતા નથી. આ અરજીઓ પર ધ્યાન આપી શકાય તેમ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે અમે આવા નિર્દેશો જાહેર કરી શકતા નથી અને આ અરજીઓ પર સુનાવણી કરી શકતા નથી. બેન્ચે આદેશ આપ્યો હતો કે તમામ અરજીઓ પાછી ખેંચી લેવામાં આવી છે તેમ માનીને તેને ફગાવી દેવામાં આવે છે. કાયદામાં યોગ્ય ઉપાય શોધવાની સ્વતંત્રતા આપવામાં આવે છે.
બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરી શરૂ થઈ
નોંધનીય છે કે બિહાર સરકાર જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવી રહી છે. પ્રથમ તબક્કામાં 7 જાન્યુઆરીથી 21 જાન્યુઆરી દરમિયાન વસ્તી ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. આ અંગે ત્રણ અલગ-અલગ અરજીઓ દાખલ કરવામાં આવી હતી. આમાં હિન્દુ સેના અને નાલંદા જિલ્લાના એક વ્યક્તિએ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. બિહાર સરકારના 6 જૂન, 2022ના નોટિફિકેશનને રદ કરવાની માંગ કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી બિહાર સરકારને મોટી રાહત મળી છે કારણ કે જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કો 21 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે. બીજો તબક્કો 1 એપ્રિલથી શરૂ થશે. બિહાર સરકારે 31 મે સુધીમાં જાતિ આધારિત ગણતરીનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય નક્કી કર્યું છે.