શોધખોળ કરો
CAA પર કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનું સમન્સ, કેરળ સરકારે લગાવ્યો ધર્મનિરપેક્ષતાના ઉલ્લંઘનનો આરોપ
કેરળ સરકારનો આરોપ છે કે, આ કાયદો બંધારણના ધર્મનિરપેક્ષતાના બુનિયાદી ઢાંચાનું ઉલ્લંઘન કરે છે.

નવી દિલ્હી: દેશમાં અનેક જગ્યાએ નાગરિકતા સંશોધન કાયદા વિરુધ્ધ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. તેની વચ્ચે સુપ્રીમ કોર્ટે કેરળ સરકારની નાગરિકતા સંશોધન કાયદાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને સમન્સ પાઠવ્યું છે. કેરળ સરકારે 13 જાન્યુઆરીએ પીટિશન દાખલ કરી હતી. રાજ્ય સરકારનું કહેવું છે કે, આ કાયદો બંધારણના 14, 21 અને 25નું ઉલ્લંઘન કરે છે. આ ઉપરાંત બંધારણના ધર્મનિરપેક્ષતાના બુનિયાદી ઢાંચાનું ઉલ્લંઘન કરે છે. સરકારે મંગળવાળે જણાવ્યું હતું કે સંશોધિત નાગરિકતા કાયદાના વિરોધમાં દિલ્હીમાં હિંસા, ગેરકાયદે ભીડ ભેગી કરવી, પત્થરો ફેકવા અને સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવાની ઘટના સામે છે. લોકસામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે કહ્યું કે રાજસ્થાન જેવા કેટલાક રાજ્યોની વિધાનસભાએ સીએએ વિરુધ્ધ પ્રસ્તાવ મળ્યા છે અને કેરળ સરકારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે.
વધુ વાંચો





















