શોધખોળ કરો

Waqf Law 2025: સુપ્રીમ કોર્ટમાં વકફ કાયદા પર આજે સુનાવણી, કાયદો રદ્દ કરવાની કરાઇ છે માંગ

વકફ સંશોધન અધિનિયમ-2025ની કાયદેસરતાને પડકારતી 20થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે

વકફ સંશોધન કાયદા પર બુધવારે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી થશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, પીવી સંજય કુમાર અને કેવી વિશ્વનાથનની બનેલી ત્રણ ન્યાયાધીશોની બેન્ચ અરજીઓ પર સુનાવણી કરશે.

વકફ સંશોધન અધિનિયમ-2025ને પડકારાયો

વકફ સંશોધન અધિનિયમ-2025ની કાયદેસરતાને પડકારતી 20થી વધુ અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. મોટાભાગની અરજીઓ કાયદાની વિરુદ્ધ છે, જોકે કેટલીક અરજીઓ કાયદાને સમર્થન પણ આપે છે. આવી બે અરજીઓ પણ છે જેમાં મૂળભૂત વકફ કાયદા, વકફ એક્ટ 1995ને પડકારવામાં આવ્યો છે અને તેને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

બુધવારની સુનાવણી મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે કેટલીક અરજીઓમાં વક્ફ સુધારા અધિનિયમ 2025 પર વચગાળાનો સ્ટે માંગવામાં આવ્યો છે, પરંતુ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં એક કેવિયેટ પણ દાખલ કરી છે જેથી સુપ્રીમ કોર્ટ એકપક્ષીય સુનાવણી કરીને કોઈ વચગાળાનો આદેશ ન આપે. કોર્ટે કોઈપણ આદેશ આપતા પહેલા તેમનો પક્ષ પણ સાંભળવો જોઈએ.

સુપ્રીમ કોર્ટમાં વકફ એક્ટની કાયદેસરતાને પડકારનારાઓમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-એત્યાહાદુલ મુસ્લમીન (AIMAM) ના વડા અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસના સાંસદ મોહમ્મદ જાવેદ, કોંગ્રેસના સાંસદ ઈમરાન પ્રતાપગઢી, જમિયત ઉલમા-એ-હિંદના પ્રમુખ અરશદ મદની, ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ, એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આરજેડી સાંસદ મનોજ ઝા, ડીએમકે સાંસદ એ. રાજા, સમસ્ત કેરળ જમિયતુલ ઉલમા, સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન મુસ્લિમ લીગ, અંજુમ કાદરી, તૈયબ ખાન, એપીસીઆર (એસોસિએશન ફોર પ્રોટેક્શન ઓફ સિવિલ રાઈટ્સ), તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઈત્રા, આમ આદમી પાર્ટીના નેતા અમાનતુલ્લાહ ખાન અને કોંગ્રેસ પાર્ટીના ઉપાધ્યક્ષે વક્ફ સુધારા અધિનિયમ 2025નો વિરોધ કરતી અરજી દાખલ કરી છે અને તેને રદ કરવાની માંગ કરી છે.

આ રાજ્યોએ વકફ કાયદાને ટેકો આપ્યો

જ્યારે સાત રાજ્યો, રાજસ્થાન, હરિયાણા, મધ્યપ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢની સરકારોએ સુપ્રીમ કોર્ટમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી છે અને વકફ સુધારા કાયદાને ટેકો આપ્યો છે. આ ઉપરાંત, કેટલીક એવી અરજીઓ પણ દાખલ કરવામાં આવી છે જેમાં વકફના મૂળભૂત કાયદાને રદ કરવાની માંગ કરવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈને આ વાત કહી

સુપ્રીમ કોર્ટના વકીલ હરિશંકર જૈન અને ઉત્તર પ્રદેશના રહેવાસી પારુલ ખેડાએ સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને વક્ફ એક્ટ 1995ને હિન્દુઓ અને બિન-મુસ્લિમો સામે ભેદભાવપૂર્ણ ગણાવીને તેને રદ કરવાની માંગ કરી છે.

આ બંને અરજીઓમાં એવી પણ માંગ કરવામાં આવી છે કે કોર્ટ જાહેર કરે કે વકફ કાયદા હેઠળ જાહેર કરાયેલા આદેશો,નિર્દેશો અથવા સૂચનાઓ હિન્દુઓ અને બિન-મુસ્લિમોની મિલકતો પર લાગુ થશે નહીં.

વકફ સુધારો અધિનિયમ 2025 નાબૂદ કરવાની માંગ

વકફ સુધારા અધિનિયમ 2025 ને પડકારતી અરજીઓમાં નવા સુધારેલા કાયદાની જોગવાઈઓ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ અરજીઓમાં કહેવામાં આવ્યું છે કે વકફ સુધારો અધિનિયમ 2025 બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકાર અને ધાર્મિક સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન કરે છે. આ અરજીઓ સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલ અને રાજ્ય વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમોના સમાવેશની જોગવાઈનો પણ વિરોધ કરે છે.

ટોપ સ્ટોરી

રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
રાહુલ ગાંધીના ધરણાં બાદ આખરે પેલેટ ગન મામલે FIR નોંધવા તૈયાર દિલ્હી પોલીસ
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Rain Alert: કાલે દેશના 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMD લેટેસ્ટ અપડેટ  
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Viral Video: જંગલમાં નદી કિનારે હિંચકા ખાતા વ્યક્તિ પર અચાનક અજગરે મારી તરાપ, વીડિયો વાયરલ
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 
Weather Update: આગામી 6 દિવસ દેશના આ રાજ્યોમાં ધોધમાર વરસાદની આગાહી, જાણો અપડેટ 

વિડિઓઝ

Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Gujarat Rain Forecast: રાજ્યના ક્યાં જિલ્લામાં ફરી વધશે વરસાદ, જાણો હવામાન અપડેટ્સ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
Rahul Gandhi Dharna: ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી, પેલેટ ગન કેસમાં FIR ની માંગ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Embed widget