શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
આ છે સુષ્મા સ્વરાજનાં પુત્રી બાંસુરી, જાણો વિદેશ ભાગી ગયેલા ક્યા કૌભાંડીના કારણે વિવાદમાં સપડાયાં હતાં?
1975માં સુષ્મા સ્વરાજના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. સુષ્મા સ્વરાજના પરિવારમાં એક ભાઈ, એક બહેન, એક દીકરી છે.
નવી દિલ્હીઃ પૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજનું મગંળવારે નિધન થયું છે. તેમને હાર્ટ એટેક બાદ એમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલ્હી એમ્સમાં તેમણે અંતિમ સ્વાસ લીધા. વિતેલા ઘણાં દિવસથી સુષ્મા સ્વરાજ બીમાર ચાલી રહ્યા હતા. સુષ્મા સ્વરાજ મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં વિદેશ મંત્રી હતા. 67 વર્ષની ઉંમરે તેમનું નિધન થયું છે.
1975માં સુષ્મા સ્વરાજના લગ્ન સ્વરાજ કૌશલ સાથે થયા હતા. સુષ્મા સ્વરાજના પરિવારમાં એક ભાઈ, એક બહેન, એક દીકરી છે. સુષ્મા સ્વરાજને એક દીકરી જ છે, તેનું નામ બાંસુરી સ્વરાજ છે. બાંસુરી સ્વરાજે લંડનમાં ઓક્સફોર્ડ યુનિવર્સિટીથી લોની ડીગ્રી મેળવી છે અને હાલમાં પિતાની સાથે દિલ્હી હાઈ કોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરે છે.
નોંધનીય છે કે લલિત મોદીના વકીલની પેનલમાં બાંસુરીનું નામ આવતા સુષ્મા સ્વરાજ વિવાદમાં આવ્યા હતા. સુષ્મા સ્વરાજ પર મોદીને મદદ કરવાનો આરોપ લાગ્યો હતો. સુષ્માની દીકરી બાંસુરી એ લીગલ ટીમની સભ્ય હતી જેનો ઉલ્લેખ લલિત મોદીએ પોતાના ટ્વિટમાં કર્યો હતો. તેમાં સુષ્મા સ્વરાજની દીકરી સહિત આઠ વકીલના નામ હતા. આ લીગલ ટીમે હાઈકોર્ટમાં લલિત મોદી માટે દલીલ કરી હતી અને તેનો પાસપોર્ટ રદ્દ કરવાના નિર્ણયને પડકાર ફેંક્યો હતો. હાઈકોર્ટની ડિવિઝન બેંચે લલિત મોદીના પક્ષમાં નિર્ણય આપ્યો હતો અને તેના પર લલિત મોદીએ ટ્વિટ કરીને પોતાની લીગટ ટીમને અભિનંદ આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion