શોધખોળ કરો
DGCA એ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ફ્લાઈટ્સ પર લગાવેલ પ્રતિબંધ 30 નવેમ્બર સુધી લંબાવ્યો
જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઑપરેશન અને તમામ સ્પેશિયલ ફ્લાઈટ્સ, જેને ડીજીસીએની ઉડાન માટે મંજૂરી મળી છે. તેના પર લાગુ નહીં પડે.

નવી દિલ્હી: નાગરિક ઉડ્ડયન નિયામક (DGCA)એ ભારતમાં આંતરાષ્ટ્રીય કર્મિશિયલ પેસેન્જર ઉડાન સેવા પર લગાવેલો પ્રતિબંધ 30 નવેમ્બર 2020 સુધી લંબાવી દીધો છે. જો કે, આ પ્રતિબંધ આંતરરાષ્ટ્રીય કાર્ગો ઑપરેશન અને તમામ સ્પેશિયલ ફ્લાઈટ્સ, જેને ડીજીસીએની ઉડાન માટે મંજૂરી મળી છે. તેના પર લાગુ નહીં પડે. ડીજીસીએએ કોરોના વાયરસના કારણે એક પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં તેમણે કહ્યું કે “26-6-2020ના સર્કુલરમાં થોડો ફેરફાર કરતા આંતરરાષ્ટ્રીય કમર્શિયલ પેસેન્જર ઉડાન સેવાઓની સમયગાળાને 30 નવેમ્બર રાતે 12 વાગ્યા સુધી લંબાવી દેવામાં આવ્યું છે.” ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના કારણે ભારતમાં 23 માર્ચથી જ આંતરરાષ્ટ્રીય કમર્શિયલ ઉડાનો પર પ્રતિબંધ લાગેલો છે. લોકડાઉનના કારણે દેશમાં ડોમેસ્ટિક વિમાનોના ઉડાન પર પણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જો કે ઘરેલુ ઉડાન સેવાઓને 35 મેથી શરુ કરી દેવામાં આવી છે.
Before You Go
Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર





















