શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
પ્રશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીને લાગ્યો વધુ એક ઝટકો, આ મોટા નેતા BJPમાં સામેલ થયા
પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સક્રિય થઇ ગઇ છે.
કોલકાતા: તૃણમૂલ કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા શુભેંદુ અધિકારી બાદ તેમના ભાઇ સૌમેંધુ અધિકારી પણ ભાજપમાં સામેલ થયા છે. તેમણે શુક્રવારે ભાજપની સભ્યતા લીધી છે. સૌમેંદુ કાંથી નગરપાલિકાના અધ્યક્ષ રહી ચુક્યા છે. તેમણે તાજેતરમાં પોતાના પદથી હટાવી દેવામાં આવ્યા હતા. સૌમેંદુએ પહેલા જ ભાજપમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા.
કાંઠી નગરપાલિકાના પૂર્વ અધ્યક્ષ સૌમેંદુ અધિકારી પણ પોતાના ભાઇની જેમ જ રાજકીય નિર્ણય લઇ રહ્યા છે. આ દરમિયાન સૌમેંદુ અધિકારીએ કહ્યુ, અમે આ લડાઇને જીતીશું. તેમણે રાજ્યમાં નવી સરકાર બનવાનો દાવો કર્યો છે. મમતા સરકારમાં ટ્રાન્સપોર્ટ મંત્રી રહેલા અધિકારીએ કહ્યુ, 'એક નવી સરકાર બનશે, જે મોદીના આદર્શો અને દાવા સાથે રાજ્યને સોનાર બાંગ્લા બનાવવા માટે આગળ વધશે.'
1 જાન્યુઆરીએ ટીએમસીનો સ્થાપના દિવસ હતો. શુભેંદુએ ગુરૂવારે કહ્યુ હતું કે દરેક ઘરમાંથી કમલ ખિલશે, આ દરમિયાન જ તેમણે પોતાના ભાઇ પદચિન્હો પર ચાલી ભાજપમાં સામેલ થવાના સંકેત આપ્યા હતા. અધિકારી પરિવારના વધુ બે સભ્ય સાંસદ દિવ્યેંદુ અને શિશિર ટીએમસીમાં છે. અધિકારીએ 16 ડિસેમ્બરે ટીએમસી સાથે સબંધ તોડી નાખ્યો હતો.
પશ્ચિમ બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટી રાજ્યમાં સક્રિય થઇ ગઇ છે. બીજી તરફ રાજ્યમાં સતત એક પછી એક રાજકીય ઘટનાઓને કારણે રાજકારણ ગરમાયુ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ક્રિકેટ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion