Swati Maliwal: સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, વિભવ કુમારની કરી ધરપકડ
Swati Maliwal: દિલ્હી પોલીસની FIRમાં વિભવ કુમારનું નામ છે. તેની પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે સીએમ કેજરીવાલના ઘરેથી વિભવ કુમારની ધરપકડ કરી હતી.
Swati Maliwal: આમ આદમી પાર્ટી (AAP) સાંસદ સ્વાતિ માલીવાલ (Swati Maliwal) પર કથિત હુમલાના કેસમાં દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસે (Delhi Police) વિભવ કુમારની (Bibhav Kumar) ધરપકડ કરી હતી. દિલ્હી પોલીસની FIRમાં વિભવ કુમારનું નામ છે. તેની પૂછપરછ માટે ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસે સીએમ કેજરીવાલના ઘરેથી વિભવ કુમારની ધરપકડ કરી હતી. પોલીસ તેને સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. વિભવ કુમારનું કહેવું છે કે તેમને એફઆઈઆરની માહિતી મીડિયા દ્વારા મળી હતી. સાથે જ વિભવ કુમારે પણ ઈમેલ મારફતે પોલીસને ફરિયાદ કરી છે. વિભવે અપીલ કરી છે કે દિલ્હી પોલીસે તેની ફરિયાદ પર ધ્યાન આપવું જોઈએ. વિભવનું કહેવું છે કે તેને કોઈ નોટિસ મળી નથી.
Delhi Police arrests Bibhav Kumar, former PS of Delhi CM Arvind Kejriwal, in connection with the AAP MP Swati Maliwal assault case pic.twitter.com/nVHFwT8MIf
— ANI (@ANI) May 18, 2024
સ્વાતિની મેડિકલ તપાસમા ઈજાની પુષ્ટી થઈ છે
સ્વાતિ માલીવાલે વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાતિ માલીવાલનું કહેવું છે કે જ્યારે તે સીએમ કેજરીવાલના ઘરે પહોંચી તો વિભવ કુમારે તેની સાથે ગેરવર્તન કર્યું અને મારપીટ કરી હતી. બીજી તરફ સ્વાતિ માલીવાલની ફરિયાદ પર દિલ્હી પોલીસે FIR નોંધી છે. FIR બાદ સ્વાતિ માલીવાલની એઈમ્સમાં મેડિકલ તપાસ કરવામાં આવી હતી. જેના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે સ્વાતિના ડાબા પગ પર અને જમણી આંખની નીચે ઈજાના નિશાન છે. સ્વાતિએ માથામાં દુખાવો અને ગરદન અકડાઈ જવાની ફરિયાદ પણ કરી છે.
#WATCH | Delhi: Advocate Karan Sharma representing Bibhav Kumar says, "We've not received any information from the police yet. We've sent them an e-mail that we will cooperate in the investigation."
— ANI (@ANI) May 18, 2024
Delhi Police arrested Bibhav Kumar, former PS of Delhi CM Arvind Kejriwal, in… pic.twitter.com/1Rv24FFyaV
રાઘવ ચઢ્ઢા દિલ્હી પરત ફર્યા
બીજી તરફ ભાજપે શનિવારે પ્રેસ કોન્ફરન્સમાં સ્વાતિ માલીવાલનો મુદ્દો ઉઠાવ્યો હતો અને આમ આદમી પાર્ટી પર વિભવ કુમારને બચાવવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીમાં રાજકીય ગતિવિધિઓ બદલાઈ રહી છે ત્યારે રાઘવ ચઢ્ઢા લંડનથી પરત ફર્યા છે અને તેઓ શનિવારે સીએમ કેજરીવાલના નિવાસસ્થાને પણ પહોંચ્યા છે.
#WATCH | Delhi: AAP MP Raghav Chadha arrived at the Civil Lines Police station.
— ANI (@ANI) May 18, 2024
Delhi Police has detained Bibhav Kumar, CM Arvind Kejriwal's aide, in connection with the AAP MP Swati Maliwal assault case pic.twitter.com/5Pf3vPKYVx