શોધખોળ કરો

તાજમહેલના 22 રુમને ખોલવા માટે કરાયેલી અરજી અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી, જાણો અરજદારને શું સલાહ આપી...

હાલ બંધ હાલતમાં રહેલા તાજમહેલના 22 રુમ ખોલવા માટે કરવામાં આવેલી જનહિત અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે.

Taj Mahal Case Update: હાલ બંધ હાલતમાં રહેલા તાજમહેલના 22 રુમ ખોલવા માટે કરવામાં આવેલી જનહિત અરજીને અલ્હાબાદ હાઈકોર્ટે ફગાવી દીધી છે. અલાહાબાદ હાઈકોર્ટની લખનઉ બેંચમાં તાજમહેલના 22 રૂમની તપાસ અંગે ચાલી રહેલી સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

હાલ અયોધ્યામાં રહેતા અને ભાજપના કાર્યકર ડૉક્ટર રજનીશ સિંહે હાઈકોર્ટની લખનઉ બેંચમાં આ અરજી દાખલ કરી હતી. તાજમહેલને લગતી રિટ અરજી દ્વારા અરજદારે 22 બંધ રૂમ ખોલવા અને તેની તપાસ કરાવવાની અપીલ કરી હતી.

અરજદારને ઠપકો આપ્યોઃ
તાજમહેલ વિવાદ અંગે કડક વલણ અપનાવતા હાઈકોર્ટે અરજદારની જાટકણી કાઢી હતી. જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને ઠપકો આપતા કહ્યું કે, પીઆઈએલ સિસ્ટમનો દુરુપયોગ ના થવો જોઈએ. જાઓ અને તાજમહેલ કોણે બાંધ્યો તે વિશે સંશોધન કરો. હાઈકોર્ટે કહ્યું કે, યુનિવર્સિટીમાં જાઓ, પીએચડી કરો, પછી કોર્ટમાં આવજો.

પહેલાં ઈતિહાસ ભણો પછી આવોઃ
હાઈકોર્ટે કહ્યું કે, જો કોઈ તમને સંશોધન કરતા રોકે છે તો અમારી પાસે આવો. જસ્ટિસ ડીકે ઉપાધ્યાયે અરજદારને પૂછ્યું કે, શું ઈતિહાસ તમારા અનુસાર વાંચવામાં આવશે.'તાજમહેલ ક્યારે બંધાયો, કોણે બંધાવ્યો, તેના વિશે પહેલા વાંચો.' જસ્ટિસ ઉપાધ્યાયે કોર્ટરૂમમાં અરજી કર્તા રજનીશ સિંહ પર સવાલોનો મારો ચલાવ્યો હતો. કોર્ટે કહ્યું કે, તાજમહેલનો આ મુદ્દો ન્યાયિક મુદ્દો નથી, પરંતુ ચર્ચાનો વિષય છે.

અરજદાર સુપ્રીમ કોર્ટમાં જશેઃ
બેન્ચે કહ્યું કે, ન્યાયાધીશ આ મામલે કોઈ નિર્ણય નહીં લે. પરંતુ ઈતિહાસકાર/શૈક્ષણિક વિદ્વાનોએ તેનો અભ્યાસ કરવો જોઈએ. કોર્ટે અરજી ફગાવ્યા બાદ અરજદાર રજનીશ સિંહે કહ્યું કે, તે સંશોધન અંગે હિસ્ટ્રી એકેડમી અને ASIને પત્ર લખશે. તેમણે કહ્યું કે, હવે હું પહેલા વિભાગોને પત્ર લખીશ, પછી સુપ્રીમ કોર્ટમાં જઈશ.

આ પણ વાંચોઃ

ગુજરાતમાં જૂની પેન્શન યોજના ફરી લાગુ કરવા મુદ્દે રાજ્ય સરકારની મોટી જાહેરાત, જાણો વિગત

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે

Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી

પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો

બોડી બનાવવા પ્રોટીન પાઉડર ખાતાં હોય તો સાવધાન, હાડકાં નબળા પડી જશે, ICMR જાહેર કરી ચેતવણી

for smartphones
and tablets

વિડિઓઝ

Banaskantha: તમે જે પાઘડી બાંધી તેની લાજ નહીં જવા દઉ: ગેનીબેન ઠાકોરનો હુંકારAmreli: કોઈપણ મુશ્કેલીમાં કે જરૂર પડી ત્યા દીલીપભાઈએ સહકાર આપ્યો: જયેશ રાદડીયાAmreli:  Weather Forecast: ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો કયા-કયા ભાગોમાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Monsoon Update: આ વર્ષે ચોમાસું અને ઠંડી બન્ને ભુક્કા બોલાવશે, લા લીનાની અસર જૂનથી જ શરૂ થઈ જશે
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
Rain Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, આજથી ત્રણ દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો
પેક્ડ ફૂડ પર લખેલી બધી વાત સાચી નથી હોતી, ICMRની આ ગાઈડલાઈન જાણ્યા પછી તમે પણ નહીં ખરીદો
બોડી બનાવવા પ્રોટીન પાઉડર ખાતાં હોય તો સાવધાન, હાડકાં નબળા પડી જશે, ICMR જાહેર કરી ચેતવણી
બોડી બનાવવા પ્રોટીન પાઉડર ખાતાં હોય તો સાવધાન, હાડકાં નબળા પડી જશે, ICMR જાહેર કરી ચેતવણી
Lok Sabha Election 2024 Voting Live: બીજેપીનો આરોપ - ટીએમસીનાં ગુંડાઓ મતદારોને ધમકાવી રહ્યા છે, એસપીએ કહ્યું- કન્નૌજમાં વોટ આપવા નથી દેવાતા

નવસારીના દાંડીના દરિયામાં 6 લોકો ડૂબ્યા, 2ને બચાવી લેવાયા, 4 લાપતા

BEd ની ઝંઝટ જ ખતમ, હવે ધોરણ -12 પછી જ બની શકાશે શિક્ષક, જાણો શું છે ITEP કોર્સ

અંબાલાલ પટેલની આગાહીઃ આગામી ચાર દિવસ આંધી, વંટોળ સાથે આ વિસ્તારમાં વરસાદ પડશે

Embed widget