Tamil Nadu Complete Lockdown: દેશના આ મોટા રાજ્યએ બે અઠવાડિયાનું લગાવ્યું સંપૂર્ણ લોકડાઉન, ચૂંટણી બાદ ફાટ્યો છે કોરોનાનો રાફડો
રાજ્યમાં 10 મેથી બે સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. કરિયાણું, રાશનની દુકાનો બપોરે 12 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતાં લોકોએ પહેલા ઈ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રવાસન સ્થળોની યાત્રા પર પ્રતિબંધ રહેશે. આ રાજ્યમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી અને તે બાદ કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેને પગલે આ ફેંસલો લેવામાં આવ્યો છે.
ચેન્નઇઃ કોરોનાના વધતા પ્રકોપને જોતાં તમિલનાડુ સરકારે 10 મેથી રાજ્યમાં સંપૂર્ણ લોકડાઉનની (Complete Lockdown) જાહેરાત કરી છે. તમિલનાડુમાં વધી રહેલા કોરોના (Tamilnadu Corona Cases) કેસના કારણે આ પગલું ભરવામાં આવ્યું છે. રાજ્યમાં 10 મેથી બે સપ્તાહ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશે. કરિયાણું, રાશનની દુકાનો બપોરે 12 વાગ્યા સુધી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. અન્ય રાજ્યોમાંથી આવતાં લોકોએ પહેલા ઈ રજિસ્ટ્રેશન કરાવવું પડશે. પ્રવાસન સ્થળોની યાત્રા પર પ્રતિબંધ રહેશે. આ રાજ્યમાં તાજેતરમાં જ ચૂંટણી યોજાઈ હતી અને તે બાદ કોરોનાનો રાફડો ફાટ્યો છે. જેને પગલે આ ફેંસલો લેવામાં આવ્યો છે.
ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના સર્વાધિક26,465 નવા મામલા સામે આવ્યા હતા. જે બાદ કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 13,23,965 પર પહોંચી છે, છેલ્લા 24 કલાકમાં 197 દર્દીના મોત થયા હતા. તમિલનાડુમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 1,35,355 છે. જ્યારે 11,73,439 કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. 15,171 લોકોના કોરોનાથી મોત થયા છે.
તમિલનાડુના મુખ્યમંત્રીએ તરીકે એમકે નેતા સ્ટાલિને ગઈકાલે જ સીએમ પદના શપથ ગ્રહણ કર્યા હતા. તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને કહ્યું, સરકાર ખાનગી હોસ્પિટલમાં કોવિડ દર્દીઓનો તમામ ખર્ચ ઉઠાવશે.
દેશમાં કોરોનાના કેસનું કિડિયારી ઉભરાયું છે. ભારતમાં કોરોના મહામારીએ (Coronavirus) ભારે તાંડવ મચાવ્યું છે અને બેકાબૂ બનેલી કોરોનાની લહેર અટકવાનું નામ જ નથી લઈ રહી.
એક્ટિવ કેસ 37 લાખને પાર
દેશમાં એક્ટિવ કેસનો આંકડો 37 લાખને પાર થઈ ગયો છે. છેલ્લા કેટલાક દિવસથી પોઝિટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને તેની સરખામણીએ કોવિડ-19 (COVID-19)ના દર્દીઓના સાજા થવાનો દર ઘટી રહ્યો છે.
દેશમાં શું છે કોરોનાની સ્થિતિ
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 4,01,078 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 4187 લોકોના મોત થયા છે. જોકે 24 કલાકમાં 3,18,609 લોકો ઠીક પણ થયા છે.
- કુલ કેસ- બે કરોડ 18 લાખ 92 હજાર 676
- કુલ ડિસ્ચાર્જ- એક કરોડ 79 લાખ 30 હજાર 960
- કુલ એક્ટિવ કેસ - 37 લાખ 23 હજાર 446
- કુલ મોત - 2 લાખ 38 હજાર 270
છેલ્લા સાત દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
તારીખ |
કેસ |
મોત |
7 મે |
4,14,188 |
3915 |
6 મે |
4,12,262 |
3980 |
5 મે |
3,82,315 |
3780 |
4 મે |
3,57,299 |
3449 |
3 મે |
3,68,147 |
3417 |
2 મે |
3,92,498 |
3689 |
1 મે |
4,01,993 |
3523 |