શોધખોળ કરો
Advertisement
તમિલનાડુમાં કોરોનાના નવા 4329 કેસ, 64ના મોત, કુલ સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર
તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. તમિલનાડુમાં હાલ સંક્રમિતોની સંખ્યા 1,02,721 છે.
ચેન્નઈ: કોરોના વાયરસનો કહેર દેશમાં સતત વધી રહ્યો છે. દેશમાં મહારાષ્ટ્ર બાદ તમિલનાડુ સૌથી વધુ પ્રભાવિત છે. તમિલનાડુ કોરોનાના નવા 4329 કેસ નોંધાયા છે જ્યારે 64 લોકોના મોત થયા છે. તમિલનાડુ મહારાષ્ટ્ર બાદ એક લાખ કેસ ધરાવતું ભારતનું બીજુ રાજ્ય બન્યુ છે. તમિલનાડુમાં કોરોના સંક્રમિતોની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. તમિલનાડુમાં હાલ સંક્રમિતોની સંખ્યા 1,02,721 છે.
તમિલનાડુમાં શુક્રવારે 2357 લોકોના સારવાર બાદ રજા આપવામાં આવી હતી. આ સાથે જ રાજ્યમાં સંક્રમણથી સાજા થનારા દર્દીઓની સંખ્યા 58378 પર પહોચી છે.
તમિલનાડુ સરકારે 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવ્યું છે. ચેન્નઈ અને કાંચીપુરમ, ચેંગલપટ્ટુ, થિરૂવલ્લુવર સહિત ચેન્નઈ પોલીસ સરહદમાં 5 જૂલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન રહેશ.
તમિલનાડુમાં આ વિસ્તારમાં વધતા સંક્રમણને જોતા રાજ્ય સરકાર દ્વારા પહેલાથી જ લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું છે. જેને હવે 5 જૂલાઈ સુધી વધારવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારે 31 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવવાની જાહેરાત કરી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
શિક્ષણ
બિઝનેસ
ક્રિકેટ
દેશ
Advertisement