(Source: ECI/ABP News/ABP Majha)
તમિલનાડુમાં હિંદુ તહેવારના હોર્ડિંગ પર પોર્ન સ્ટાર મિયા ખલીફાની તસવીરથી હોબાળો
Mia Khalifa Photo On Aadi Festival Hoardings: તમિલનાડુમાં તહેવાર ટાણે જ મિયા ખલીફાની ફોટો વાળી હોર્ડિંગથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. જોકે, મિયા ખલીફાનો આ તહેવાર સાતે કોઈ સંબંધ નથી.
Mia Khalifa Photo On Aadi Festival Hoardings: તમિલનાડુના કાંચીપુરમમાં એક મંદિરના હોર્ડિંગ પર પોર્ન સ્ટાર મિયા ખલીફાનો ફોટો દેખાતાં લોકો ઘણા આશ્ચર્યચકિત થયા છે. આ હોર્ડિંગ જોતાં જ જ સામાજિક માધ્યમો પર તે વાયરલ થઈ ગયો છે અને લોકોએ તેની નિંદા કરી રહ્યા છે. જોકે, પોલીસને આ વિશે જાણ કરવામાં આવ્યા બાદ હોર્ડિંગને ત્યાંથી દૂર કરી દેવામાં આવ્યું છે. આવો જાણીએ કે આ પૂરો મામલો શું છે.
વાયરલ થયું મિયા ખલીફાના ફોટાવાળું હોર્ડિંગ
તમિલનાડુના કુરુવિમલાઈમાં નાગાત્થમન અને સેલ્લિયમ્મન મંદિરોમાં આદિ તહેવારને ભવ્ય રીતે ઉજવવા માટે મોટા પ્રમાણમાં આયોજનો કરવાની યોજના બનાવવામાં આવી હતી. તેમાં રંગીન લાઇટો અને હોર્ડિંગ્સ લગાવીને લોકોને આમંત્રિત કરવાના હતા. આ દરમિયાન એક હોર્ડિંગમાં સૌનું ધ્યાન ખેંચાયું, જેમાં પોર્ન સ્ટાર મિયા ખલીફાની તસવીર છાપવામાં આવી હતી. આ હોર્ડિંગ જોતાં જ સામાજિક માધ્યમો પર તે વાયરલ થઈ ગઈ છે.
પોલીસે કાર્યવાહી કરીને હટાવ્યું હોર્ડિંગ
મિયા ખલીફાની તસવીર આ તહેવાર સાથે કોઈપણ રીતે સંબંધિત નથી. આમ છતાં, કાંચીપુરમના એક મંદિરના હોર્ડિંગ પર તેમની ફોટો જોવા મળતા લોકો આશ્ચર્યચકિત થયા છે. જોકે, આ ફોટોને એડિટ કરવામાં આવ્યો છે. ફોટોમાં લાગે છે કે તે 'પાલુ કુદમ' (દૂધથી ભરેલું પાત્ર) લઈને ઊભી છે. દક્ષિણમાં 'પાલુ કુદમ'ને તહેવારના સમયે દેવતાઓને અર્પણ કરવામાં આવે છે, જે પારંપરિક પ્રસાદનો ભાગ છે. હોર્ડિંગ લગાવનારાઓએ નક્કી કર્યું કે તેમની તસવીર પણ તેમાં દેખાય. જોકે, તસવીર વાયરલ થયાના બાદ મગરાલ પોલીસને જાણ કરવામાં આવી, જેના પગલે પોલીસે કાર્યવાહી કરીને હોર્ડિંગને દૂર કરી દીધું છે.
Kuruvimalai, Tamil Nadu: An image of Mia Khalifa was used on a hoarding for the Aadi Perukku festival carrying a traditional milk vessel. Magaral Police Station removed the hoarding pic.twitter.com/xYRcuJqIOb
— IANS (@ians_india) August 8, 2024
તમિલનાડુમાં આદિ ત્યોહાર શા માટે ઉજવવામાં આવે છે
આદિ તમિલનાડુનો એક ત્યોહાર છે, જેને વરસાદ અને નદીઓની પૂજા માટે ઉજવવામાં આવે છે. આ તહેવારમાં અમ્મન (પાર્વતી) ના મંદિરોમાં કેટલાક દિવસો સુધી ચાલે છે. તેમાં લોકો માં અમ્મનની પૂજા-અર્ચના કરે છે, ભજન-કીર્તન કરે છે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે. આદિ તહેવાર તમિલનાડુની સંસ્કૃતિ અને પરંપરાનો એક મહત્વપૂર્ણ ભાગ છે, જે લોકોને એકતા અને ઉત્સાહ સાથે જોડે છે. આ દરમિયાન લોકો નદીકિનારે પૂજા-પાઠ કરે છે અને પોતાની સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના કરે છે.