શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગોવા કોંગ્રેસમાં બખેડો, 15માંથી 10 ધારાસભ્યો BJPમાં જોડાઇ ગયા, આજે અમિત શાહ સાથે કરશે મુલાકાત
બળવાખોર ધારાસભ્યો બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે
પણજીઃ ગોવા કોંગ્રેસમાં તિરાડ પડી છે, કોંગ્રેસના 10 ધારાસભ્યોએ સત્તારૂઢ બીજેપીમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં કોંગ્રેસના 15 ધારાસભ્યો છે, જેમાંથી 10 ધારાસભ્યોએ કાલે વિધાનસભા અધ્યક્ષ રાજેશ પાટનેકર સાથે મુલાકાત કરીને બીજેપી જોઇન કરવાની જાહેરાત કરી છે.
બળવાખોર ધારાસભ્યો બીજેપીના અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરશે.
બીજેપીમાં વિલયને લઇને ગોવા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ ચંદ્રકાન્ત કાવલેકરે કહ્યું કે, ‘’બે તૃત્યાંશ બહુમતી હોવાથી અમે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને મળવા આવ્યા છીએ. વર્ષ 2017ની ચૂંટણીમાં બીજા નંબરની મોટી પાર્ટી બન્યા બાદ પણ કોંગ્રેસ સરકાર બનાવી શકી નથી. ગોવામાં કોંગ્રેસના પૂર્વ સીએમ પાર્ટીના લોકોને સાથે જોડીને નથી રાખી શકતા, જેનાથી અમારા ધારાસભ્યો ખુબ નારાજ થયા છે.’’10 Goa Congress MLAs that had merged with Bharatiya Janata Party (BJP), yesterday, arrive in Delhi along with Chief Minister Pramod Sawant. They will meet BJP President Amit Shah & Working President JP Nadda, later today. pic.twitter.com/emGVfxWN9c
— ANI (@ANI) July 11, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
આઈપીએલ
રાજકોટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion