(Source: ECI/ABP News/ABP Majha)
Srinagar Terrorist Attack: શ્રીનગરમાં આતંકી હુમલામાં પોલીસ અધિકારી શહીદ, બે જવાન ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના બહારના વિસ્તારમાં પોલીસ પર થયેલા આતંકવાદી હુમલામાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે અને બે જવાન ઘાયલ થયા છે.
Terrorist Attack In Srinagar: જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરના બહારના વિસ્તારમાં પોલીસ પર થયેલા આતંકવાદી હુમલામાં એક પોલીસ અધિકારી શહીદ થયા છે અને બે જવાન ઘાયલ થયા છે. અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના સાંજે 7.15 વાગ્યે બની જ્યારે આતંકવાદીઓએ લાલ બજાર વિસ્તારમાં એક ચોકી પર ગોળીબાર કર્યો હતો. તેમણે કહ્યું કે આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ મુશ્તાક અહેમદ (56 વર્ષ) શહીદ થયા હતા, જ્યારે બે કોન્સ્ટેબલ ફયાઝ અહેમદ અને અબુ બકર હુમલામાં ઘાયલ થયા હતા. ઘાયલ જવાનોની સારવાર ચાલી રહી છે. જણાવી દઈએ કે મુશ્તાક અહેમદનો પુત્ર આકિબ મુશ્તાક એપ્રિલ 2020માં કુલગામમાં એક એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
કાશ્મીર ઝોન પોલીસે શહીદ અધિકારીને શ્રદ્ધાંજલિ આપી છે. રાજકીય પક્ષોએ પણ આ ઘટનાની નિંદા કરી છે.
નેશનલ કોન્ફરન્સના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું, “જમ્મુ અને કાશ્મીર પોલીસના જવાનો પર આતંકવાદી હુમલાના સમાચારથી ખૂબ જ દુઃખી છું. આ હુમલામાં મુશ્તાક અહેમદે જીવ ગુમાવ્યો હતો અને અન્ય બે સૈનિકો ઘાયલ થયા હતા. આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ મુશ્તાક અહેમદના પરિવારજનો પ્રત્યે મારી સંવેદના. હું ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું."
પીડીપીના પૂર્વ પ્રમુખ અને મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીએ ટ્વીટ કર્યું કે, લાલબજારમાં પોલીસકર્મીઓ પર થયેલા હુમલા વિશે જાણીને ખૂબ દુઃખ થયું. દુ:ખની આ ઘડીમાં આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર ઑફ પોલીસ મુશ્તાક અહેમદના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે અને ગંભીર રીતે ઘાયલ બે પોલીસકર્મીઓના ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. આતંકવાદી હુમલાને બર્બર ગણાવીને તેની નિંદા પણ કરી છે.