(Source: ECI/ABP News/ABP Majha)
Thane Road Rage: કૌટુંબિક વિવાદમાં ભાઈએ હેરિયર કારથી ભાઈની ફોર્ચ્યૂનરને મારી ટક્કર, સામે આવ્યો વીડિયો
મહારાષ્ટ્રના થાણેમાં એક આઘાતજનક રોડ રેજની ઘટના સામે આવી છે. અહીં એક ટાટા હેરિયર એસયુવી ઘણી વખત ટોયોટા ફોર્ચ્યુનર સાથે ટક્કર મારતી જોવા મળી હતી.
મહારાષ્ટ્રના થાણેમાં એક આઘાતજનક રોડ રેજની ઘટના સામે આવી છે. અહીં એક ટાટા હેરિયર એસયુવી ઘણી વખત ટોયોટા ફોર્ચ્યુનર સાથે ટક્કર મારતી જોવા મળી હતી, જેમાં બે મોટરસાયકલ સવારો સહિત અનેકને ઈજા પહોંચી હતી. હિંસક હુમલો કથિત રીતે કૌટુંબિક વિવાદને કારણે થયો હતો. મંગળવારે સાંજે S3 પાર્ક હોટેલ નજીક અંબરનાથ-બદલાપુર રોડ પર આ ઘટના બની હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં જોરદાર વાયરલ થઈ રહ્યો છે.
This video is from Ambarnath, Thane.
— Vivek Gupta (@imvivekgupta) August 20, 2024
Really Shocking Video. pic.twitter.com/rEUUzwsoca
વાયરલ થયેલા વિચલિત વિડિયોમાં ફોર્ચ્યુનરની પાછળની સીટ પર બેસેલું એક બાળક ચીસો પાડતું જોવા મળે છે. કારણ કે બ્લેક હેરિયર એસયુવી સફેદ ફોર્ચ્યુનરને પાછળથી ટક્કર માર્યા બાદ યુ-ટર્ન લઈ ફરીથી વાહનને ટક્કર મારે છે. લોકમત ટાઈમ્સના અહેવાલ મુજબ, વાહનનો ડ્રાઈવર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.
લોકમત ટાઈમ્સ અનુસાર, આરોપીએ કથિત રીતે તેના ભાઈની કારને નિશાન બનાવી હતી, જેમાં બાળકો અને મહિલાઓ સહિત પરિવારના સભ્યો હતા.
આ વીડિયો થાણેના અંબરનાથનો છે.
Zamane Mein darr Raha nhi kanoon ka #killing #livemurder #ambernath
— Sameer Shaikh (@Bashboysam) August 20, 2024
It’s time for action @ThaneCityPolice @FullyAmbernath @mieknathshinde @AUThackeray pic.twitter.com/S9rqGEBQ6O
આ સમગ્ર ઘટના દરમિયાન રસ્તા પર ઊભેલા એક રાહદારીને પણ હેરિયર કારે ટક્કર મારી હતી અને ઘણા મીટર સુધી તેને ખેંચી ગઈ હતી.
થાણે પોલીસે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરની પોસ્ટનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, "થાણે સિટી પોલીસનો સંપર્ક કરવા બદલ તમારો આભાર. જરૂરી કાર્યવાહી માટે તમારી માહિતી વરિષ્ઠ પોલીસ નિરીક્ષક, અંબરનાથ પોલીસ સ્ટેશનને પહોંચાડવામાં આવી છે."