શોધખોળ કરો
Advertisement
આ 5 જજની બેન્ચ સંભળાવશે અયોધ્યા કેસનો ચુકાદો, જાણો આ પાંચ જજ વિશે સંપૂર્ણ માહિતી
સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ આજે અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી કમિટી સુનાવણી હાથ ધરશે
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટની 5 સભ્યોની ખંડપીઠ આજે અયોધ્યા વિવાદ પર ચૂકાદો આપશે. અયોધ્યા કેસ અંગે કોર્ટે તેનું શેડ્યુલિંગ કરી લીધું છે. સવારે 10.30 વાગે જસ્ટિસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી કમિટી સુનાવણી હાથ ધરશે. કમિટીએ 40 દિવસ સુધી હિન્દુ અને મુસ્લિમ પક્ષની દલીલ સાંભળ્યા બાદ આ ચુકાદો આપવામાં આવી રહ્યો છે.
અગાઉ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગાઈની ઉતર પ્રદેશના મુખ્ય સક્રેટરી આર.કે.તિવારી, ડીજીપી ઓમપ્રકાશ સિંહ સહિત ઘણાં વરિષ્ઠ અધિકારીઓએ મુલાકાત કરી હતી. આ દરમિયાન ચીફ જસ્ટિસે અયોધ્યા કેસમાં ચૂકાદો આવતાં પહેલા રાજ્યની સુરક્ષાની તૈયારીઓને લઈને ચર્ચા કરી હતી. ખંડપીઠની અધ્યક્ષતા કરી રહેલા ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ 17 નવેમ્બરે રિટાયર્ડ થવાના છે.
1. જસ્ટિસ રંજન ગોગોઇ
દેશના 46માં અને હાલના ચીફ જસ્ટિસ
કાર્યકાળ: 23 એપ્રિલ, 2012થી 17 નવેમ્બર, 2019
3 ઓક્ટોબર, 2018ના રોજ બન્યા ચીફ જસ્ટિસ
અસમના CJI રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના જજ બન્યા તે પહેલાં ગુવાહાટી કોર્ટમાં જજ રહી ચૂક્યા છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.
2. જસ્ટિસ એસ.એ.બોબડે
કાર્યકાળ: 12 એપ્રિલ, 2013થી 23 એપ્રિલ, 2021
જસ્ટિસ બોબડે સીજેઆઇ ગોગોઈના રિટાયરમેન્ટ બાદ તેમની જગ્યા લેવાના છે. સુપ્રીમ કોર્ટ પહેલાં બોમ્બે હાઈકોર્ટ અને એમપી હાઈકોર્ટના જજ રહી ચૂક્યા છે. મધ્યપ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ પણ રહ્યા હતા.
3. જસ્ટિસ અશોક ભૂષણ
કાર્યકાળ: 13 મે, 2016થી 4 જુલાઈ, 2021
યુપીના જૌનપુરથી આવતાં જસ્ટિસ અશોક ભૂષણ સુપ્રીમ કોર્ટના જજ બનતાં પહેલાં કેરળ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ રહી ચૂક્યા છે.
4. જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ
કાર્યકાળ: 13 મે, 2016થી 10 નવેમ્બર, 2024
બોમ્બે હાઈકોર્ટ અને ઇલ્હાબાદ હાઇકોર્ટમાં જજ રહી ચૂકયા છે. સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલાં ઇલાહાબાદ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ હતા.
5. જસ્ટિસ એસ.અબ્દુલ નજીર
કાર્યકાળ: 27 ફેબ્રુઆરી, 2017થી 4 જાન્યુઆરી, 2023
સુપ્રીમ કોર્ટના જજ બનતા પહેલાં કર્ણાટક હાઇકોર્ટના જજ હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion