(Source: ECI/ABP News/ABP Majha)
સંસદનું મોન્સૂન સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે, 19 બેઠક હશે – ઓમ બિરલા
મોન્સૂન સત્રમાં આ વખતે વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે.
નવી દિલ્હીઃ સંસદનું મોન્સૂન સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી મળશે. લોકસભા સ્પીકર ઓમ બિરલાએ તેની જાણકારી આપી છે. તેમણે કહ્યું કે, સંસદનું મોન્સૂન સત્ર 19 જુલાઈથી 13 ઓગસ્ટ સુધી યોજાશે, તેમાં 19 કાર્યદિવસ હશે.
લોકસભા સ્પીકરે કહ્યું, “તમામ સભ્યો અને મીડિયાને કોવિડ નિયમોનું અનુસાર મંજૂરી આપવામાં આવશે. RTPCR ટેસ્ટ ફરજિયાત નથી. અમે એવા લોકોને વિનંતી કરીશું જેમણે રસી નથી લીધી તે ટેસ્ટ કરાવે.”
મોન્સૂન સત્રમાં આ વખતે વિપક્ષ સરકારને અનેક મુદ્દે ઘેરવાનો પ્રયત્ન કરશે. હાલમાં જ ઉત્તર પ્રદેશમાં બ્લોક પ્રમુખ ચૂંટણીમાં થયેલ હંસા હોય કે રસીકણરી ધીમી ગતિ હોય કે પછી ત્રીજી લહેરને લઈને તૈયારીઓ હોય, આ તમામ મુદ્દા પર વિપક્ષ સરકાર પર નિશાન સાધવાનો પ્રયત્ન કરશે.
The Monsoon Session of Parliament will take place from July 19 to August 13. Will have 19 business days: Lok Sabha Speaker Om Birla pic.twitter.com/fA5fCvSrEe
— ANI (@ANI) July 12, 2021
કૃષિ કાયદા રદ્દ કરવાની માગ પણ ફરી એક વખત સંસદમાં ઉઠી શકે છે. જ્યારે બીજી બાજુ સરકારનો પ્રયત્ન હશે કે કોઈપણ વિઘ્ન વગર વધુમાં વધુ સંસદનું કામકાજ થાય. તેન સાથે જ સરકારનો ટાર્ગેટ હશે તે વધુમાં વધુ બિલ સંસદમાંથી પાસ કરાવે.