શોધખોળ કરો
Advertisement
રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જુલાઈએ શપથ લેશે, પોતાની સાથે માત્ર એક મહેમાનને લાવવાની મંજૂરી
રાજ્યસભાના અધિકારીઓએ જણાવ્યું કે પ્રત્યેક સદસ્યને શપથ ગ્રહણ સમારોહમાં પોતાની સાથે માત્ર એક મહેમાનને લાવવાની મંજૂરી હશે.
નવી દિલ્હી: રાજ્યસભાના નવા ચૂંટાયેલા સભ્યો 22 જૂલાઈએ ગૃહના ચેમ્બરમાં શપશ લેશે, સૂત્રોએ શુક્રવારે આ જાણકારી આપી હતી. અધિકારીઓએ કહ્યું કે આ પહેલી વાર બનશે જ્યારે આંતર સત્રના સમયગાળા દરમિયાન સભ્યો ગૃહના ચેમ્બરમાં શપથ લેશે જેથી કોવિડ -19 ને ધ્યાનમાં રાખીને સામાજિક અંતરના ધોરણોનું પાલન થઈ શકે.
શપથગ્રહણ સામાન્ય રીતે સત્ર દરમિયાન હોય છે અથવા જ્યારે સંસદનું સત્ર હોતું નથી, ત્યારે રાજ્યસભાના અધ્યક્ષની ચેમ્બરમાં હોય છે. રાજ્યસભાની તાજેતરની ચૂંટણીમાં 20 રાજ્યોમાંથી 61 સભ્યો ચૂંટાયા છે.
રાજ્યસભાના અધિકારીઓએ જણાવ્યું કે પ્રત્યેક સદસ્યને શપથ ગ્રહણ સમારોહમાં પોતાની સાથે માત્ર એક મહેમાનને લાવવાની મંજૂરી હશે. રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકૈયા નાયડૂએ આ સંદર્ભે નિર્ણય લીધો છે અને રાજ્યસભા અને લોકસભા બંનેથી સંબંધિત વિભાગની સંસદીય સ્થાયી સમિતિઓની બેઠક શરૂ કરવાની અને આ બેઠકમાં નવા ભાગ લેવાની ઇચ્છા વ્યક્ત કરવાને ધ્યાનમાં રાખવામાં આવ્યું છે.
અધિકારીઓએ કહ્યું કે રાજ્યસભાના મહામંત્રીએ તમામ નવા ચૂંટાયેલા સભ્યોને 22 જુલાઈના રોજ શપથ લેવાની માહિતી આપી છે. જે લોકો આ દિવસે આવી શકશે નહીં તેઓ સંસદના ચોમાસા સત્ર દરમિયાન શપથ લેશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement