શોધખોળ કરો
Advertisement
આવતીકાલે સવારે મહાનગરોમાં લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યુની મુદ્દત પૂર્ણ, 24 કલાકમાં સરકાર લઈ શકે છે નિર્ણય
જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થાય તો સરકાર સામે રોષ પ્રગટ થઈ શકે છે.
હાલમાં રાજ્યમાં કોરોના કાબુમાં છે. કોરોનાના સંક્રમણ પણ ઘણુ ઓછુ થયુ છે. તેવામાં આજે રાજ્યના મહાનગરોમાં લદાયેલા રાત્રી કર્ફ્યુની મદ્દત પૂર્ણ થઈ રહી છે. આવતીકાલે સવારે છ વાગ્યે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં લાદવામાં આવેલ રાત્રી કર્ફ્યુ પૂર્ણ થઈ જશે. ત્યારે હવે આગામી પગલાને લઈને સૌની રાજ્ય સરકારના નિર્ણય પર નજર છે.
રાજ્ય સરકાર આ અંગે આગામી એક દિવસમાં આ અંગે નિર્ણય લે તેવી શક્યતા છે. જો કે સૂત્રો પાસેથી એવી માહિતી જરૂર મળી છે કે કોરોના વકરે તેવા ભયથી સરકાર કર્ફ્યુ મુક્તિ આપવાના પક્ષમાં નથી.
જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો થાય તો સરકાર સામે રોષ પ્રગટ થઈ શકે છે. એટલા માટે જ રાજ્ય સરકાર હાલ તો રાત્રી કર્ફ્યુમાંથી મુક્તિ આપવાના પક્ષમાં નથી. સાથે જ બે માર્ચ સુધી રાત્રી કર્ફ્યુ યથાવત રહે તેવી પણ શક્યતા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement