શોધખોળ કરો

લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી, ખાલિસ્તાની ગ્રુપે મોકલ્યો ઈમેઈલ 

સોમવારે બપોરે લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે.

Bomb Threat to Delhi assembly and Red fort : સોમવારે બપોરે લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી છે. લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલય સંકુલોની અંદર અને બહાર સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ધમકીભર્યો ઈમેલ ખાલિસ્તાની જૂથના નામે મોકલવામાં આવ્યો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો ઘટનાસ્થળે હાજર છે.

બંને સંકુલો ખાલી કરાવવામાં આવી રહ્યા છે 

લાલ કિલ્લા અને દિલ્હી સચિવાલયને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસ ટીમો તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગઈ હતી. લાલ કિલ્લા સંકુલ ખાલી કરાવવામાં આવ્યું હતું અને ચેકિંગ કામગીરી વધુ ઝડપી બનાવવામાં આવી હતી. ITO નજીક દિલ્હી સચિવાલયમાં કામ કરતા તમામ કર્મચારીઓને ત્યાંથી જવા માટે કહેવામાં આવ્યું છે. પોલીસ ટીમોએ ત્યાં પણ તપાસ શરૂ કરી છે.

ઈમેઈલનો સ્ત્રોત શોધી કાઢવામાં આવી રહ્યો છે

ઈમેઈલના સ્ત્રોતને શોધવા માટે દિલ્હી પોલીસની ટીમે સાયબર સેલ તૈનાત કર્યો છે. સાયબર સેલ આ જૂથ તરફથી ભૂતકાળની ધમકીઓ અને ખાલિસ્તાની જૂથ સાથેના તેમના જોડાણોની તપાસ કરી રહ્યું છે.

દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે સર્ચ ઓપરેશનમાં કંઈ ખતરનાક કે હાનિકારક મળ્યું નથી, પરંતુ તમામ જરૂરી સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ધમકીભર્યા ઈમેલની તપાસ કરવામાં આવી રહી છે અને તે ક્યાં અને કોણે મોકલ્યો તે નક્કી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બાબતને ગંભીરતાથી લેતા, સાયબર સેલ પણ તપાસ કરી રહ્યું છે. સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે તેઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે.

આજે દિલ્હીની બે શાળાઓને પણ ધમકીઓ મળી છે

આજે સવારે દિલ્હીની બે શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીઓ મળી છે. ધૌલા કુઆમાં આર્મી પબ્લિક સ્કૂલ અને લોધી રોડ પર એરફોર્સ બાલ ભારતી સ્કૂલને બોમ્બની ધમકીવાળા ઇમેઇલ મળ્યા હતા. પોલીસ અધિકારીઓ અને દિલ્હી ફાયર સર્વિસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. બંને સ્કૂલના પરિસરને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા.

દેશમાં છેલ્લા ઘણા સમયથી અનેક રાજ્યોમાં સ્કૂલ, કૉલેજ, મંદિર, કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાના ધમકી ભર્યા ઈમેઈલ મળી રહ્યા છે.  બોમ્બની ધમકીભર્યા ઈમેઈલ મળ્યા બાદ  પોલીસ અધિકારીઓ, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ અને ફાયર વિભાગની ટીમો સ્થળ પર પહોંચી તપાસ કરે છે.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
241 લોકોના મોતનો જવાબ ક્યારે મળશે? અમદાવાદ પ્લેન ક્રેશની તપાસ પર આવ્યું મોટું અપડેટ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Weather update: દેશના 22 રાજ્યોમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન
Assam Flood: આસામમાં 50 વર્ષનું સૌથી ભયાનક પૂર, 68 લોકોના મોત, 300થી વધુ ગામો જળમગ્ન

વિડિઓઝ

Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત
Plastic currency India : હવે પ્લાસ્ટિકની નોટ આવશે ચલણમાં, RBIએ આપી મંજૂરી
Rajkot Suicide Case : રાજકોટમાં એક જ પરિવારના 3 સભ્યોનો આપઘાત
Rajkot Crime : રાજકોટમાં યુવકની હત્યા, શું છે કારણ?
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રિય ક્યાં ક્યાં પડશે વરસાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
અમદાવાદમાં ભારે વરસાદથી નુકસાન, વેપારીઓ માટે સરકારે જાહેર કરી સહાય, જાણો કોને કેટલા રૂપિયા મળશે?
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
ગુજરાત કેબિનેટનો મોટો નિર્ણય: મહાનગરપાલિકા-નગરપાલિકામાં  નવા રસ્તા હવે સિમેન્ટ કોંક્રિટના બનશે
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: આવતીકાલે ગુજરાત સહિત 16 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે! જાણો લેટેસ્ટ હવામાન અપડેટ્સ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
કેબિનેટનો મોટો નિર્ણય: અમદાવાદના વેપારીઓને મળશે સહાય, રાજ્યમાં હવે બનશે CC રોડ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
ગુજરાતમાં આ તારીખથી વરસાદનો ઘાતક રાઉન્ડ: 4 સિસ્ટમ સક્રિય થતાં આ જિલ્લાઓમાં ખાબકશે અત્યંત ભારે વરસાદ
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
Ambalal Patel: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલની અતિભારે વરસાદની આગાહી
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો

Embed widget