શોધખોળ કરો
Advertisement
કોરોના વેક્સિન માટે એપમાં કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ વેક્સિનેટ થયા બાદ હવે ભારતમાં કોરોના વેક્સિનનનો બીજો તબક્કો શરૂ થયો છે. વેક્સિન માટે આપે એપ ડાઉનલોડ કરીને તેમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની શું છે પ્રોસેસ જાણીએ ..
ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ વેક્સિનેટ થયા બાદ હવે ભારતમાં કોરોના વેક્સિનનનો બીજો તબક્કો શરૂ થયો છે. બીજા તબક્કામાં 60 વર્ષથી મોટી ઉંમરના અને 45થી વધુ ઉંમરના ગંભીર બીમારીથી પિડાતા લોકોને વેક્સિન અપાશે.
કેવી રીતે કરશો રજિસ્ટ્રેશન
- સૌથી પહેલા Aarogya Setu અથવા Cowin.gov.in વેબસાઇટ ખોલો.
- પોતાનો મોબાઇલ નંબર નાખો અને ઓટીપી ક્લિક કરો. ઓટીપી એન્ટર કરો
- Aarogya Setu અથવા Cowin.gov.in પર જાઓ અને વેકિસનેશન પર ક્લિક કરો.
- રજિસ્ટ્રેશન માટે ફોટો, આઇડીનો પ્રકાર, સંખ્યા અને પુરૂ નામ, આયુ, જેન્ડરની ડિટેલ ભરો.
- હવે રજિસ્ટર બટન પર ક્લિક કરો. જો કોઇ ગંભીર બીમારી હશે તો આપને તે પણ પૂછશે.જેમાં હા અથવા ના પર ક્લિક કરો. જો કોઇ ગંભીર બનારી હોય તો વેક્સિનેશન સમયે બીમારીની મેડિકલ રિપોર્ટ સાથે રહેવું જરૂરી છે.
- રજિસ્ટ્રેશન બાદ એકાઉન્ટનું વિવરણ જોવા મળશે. એક વ્યક્તિ પહેલાથી નોંધાયેલા મોબાઇલ નંબરથી ચાર લોકોને જોડી શકે છે.
- રજિસ્ટ્રેશનના નામોના વિવરણ સામે આપને એકશન નામની એક કોલમ આપવામાં આવશે. તેની નીચે એક કેલેન્ડર આઇકન દેખાશે,. શિડ્યુઅલ કરવા માટે તેના પર ક્લિક કરો.
- હવે રાજય,સંઘ રાજ્ય ક્ષેત્ર, જિલ્લા, બ્લોક અને પિનકોડ જેવા વિવરણ તેમાં ફીલ અપ કરો.
- સર્ચ ઓપ્શન પર ક્લિક કર્યાં બાદ વેક્સિનનેશનના કેન્દ્રની યાદી જોવા મળશે. જેમાંથી આપ આપની અનુકૂળતા મુજબ વેક્સિનેશનનું કેન્દ્ર પસંદ કરી શકો છો.
- કેન્દ્ર પસંદ કર્યાં બાદ આપ વેક્સિનેશનની ડેટ પણ સિલેક્ટ કરી શકો છો. આ રીતે વેકિનેશન માટે રજિસ્ટ્રેશન થઇ જશે અને ત્યારબાદ બીજા ડોઝ માટે અપોઆપઆ એપના માધ્યમથી આપને મેસેજથી સૂચના મળી જશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
દુનિયા
Advertisement