શોધખોળ કરો
Advertisement
આજે ભારત બંધઃ GST, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત અને ઈ-વે બિલના વિરોધમાં પ્રદર્શન કરશે 8 કરોડ વેપારી
40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે.
દેશમાં સતત પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત, ગુડ્સ અને સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી, ઈ-બિલને લઈને વેપારી સંસ્થા ધ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી આજે ‘ભારત બંધ’ની જાહેરાત કરવામાં આવી છે.
દેશભરના 8 કરોડ વેપારીઓનું પ્રતિનિધિત્વ કરનાર અંદાજે 40 હજાર ટ્રેડ એસોસિએશન્સને કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (સીએઆઈટી) તરફથી આજે જાહેર કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે. આ બંધ જીએસટીની જોગવાઈઓની સમીક્ષાની માગને લઈને કરવામાં આવી રહ્યું છે.
ઈ-વે બિલને ખત્મ કરવાને લઈને ઓલ ઇન્ડિયા ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન (એઆઈટીડબલ્યૂ)એ પણ કન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ તરફથી કરવામાં આવેલ ભારત બંધનું સમર્થન કર્યું છે.
40 હજારથી વધારે ટ્રેડર્સ એસોસિએશન ભારત બંધમાં ભાગ લેવાના હોવાથી દેશભરમાં તમામ વેપારી બજાર બંધ રહેશે. પ્રાઈવેટ ટ્રાન્સપોર્ટ પર પણ તેની અસર પડી શકે છે કારણ કે ટ્રાન્સપોર્ટ્સ એસોસિએશને પણ તમામ ટ્રાન્સપોર્ટ કંપનીઓને કહ્યું છે કે, તે સાંકેતિક પ્રદર્શન તરીકે પોતાની ગાડીઓને સવારે 6થી લઈને રાત્રે 8 સુધી બંધ રાખશે.
ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા વ્યાપારી મંડળે કહ્યું છે કે તેઓ ભારત બંધનું સમર્થન કરી રહ્યા નથી. ફૈમનું કહેવું છે કે વ્યાપાસ મંડળ દુકાન બંધ કે ભારત બંધ જેવી વિચારધારાથી દૂર છે. તે માને છે કે જીએસટીમાં સુધારાની જરૂર છે પણ તેના માટે વચ્ચેનો રસ્તો અપનાવવો જોઈએ. એવામાં જવાબદાર નાગરિકના નાતે વેપારીઓએ આંદોલનથી દૂરી બનાવવી જોઈએ.
કૈટે કહ્યું છે કે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકારો અને જીએસટી પરિષદથી જીએસટીના કઠોર નિયમોને ખતમ કરવાની માંગને લઈને આજે દેશમાં 1500 જગ્યાઓએ ઘરણા કરશે. દેશના દરેક બજારો બંધ રહેશે. અગ અલગ શહેરોમાં ઘરણા પ્રદર્શન કરાશે. ટ્રાન્સપોર્ટ કાર્યાલયોએ આ સમયે બંધની જાહેરાત કરી છે. આ સાથે કોઈ પણ માલનું બુકિંગ કે ડિલિવરી બંધ રહેશે. પરિવહન કંપનીઓને વિરોધના ભાગ રૂરે સવારે 6થી સાંજે 8 વાગ્યાની વચ્ચે વાહનો પાર્ક કરી દેવા કહેવાયું છે.
જોકે, રિપોર્ટ્સ અનુસાર ભારત બંધ દરમિયાન ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ (એઆઈએમટીસી) અને ભાઈચારા ઓલ ઇન્ડિયા ટ્રક ઓપરેટર વેલફેર એસોસિએશન (બીએઆઈટીઓડબલ્યૂએ) તેમાં ભાગ નહીં લે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બોલિવૂડ
શિક્ષણ
ગુજરાત
શિક્ષણ
Advertisement