Indian Navy Day 2022: 4 ડિસેમ્બરે કેમ મનાવવામાં આવે છે નૌસેના દિવસ, શું છે આ વર્ષની થીમ, જાણો ઇતિહાસ પણ....
ભારતીય નૌસેનાની સ્થાપના 1612 માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી, 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ હતુ,
Indian Navy Day 2022 Theme and History: ભારતીય નૌસેના દિવસ 2022 (Indian Navy Day 2022) 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે, આ ભારતીય નૌસેના દિવસ દળોને સન્માનિત કરવા અને તેમના યોગદાનની પ્રસંશા માટે વિશેષ દિવસ છે. ખાસ રીતે 1971માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાન વિરુદ્ધ ઓપરેશન ટ્રાઇડેન્ટના લૉન્ચની યાદમાં ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે. ભારતીય નૌસેના દિવસએ આ યુદ્ધમાં એક પ્રમુખ ભૂમિકા નિભાવી હતી, યુદ્ધમાં પોતાના પ્રાણોની આહૂતિ આપનારા નૌસૈનિકોને સન્માન આપવા માટે દર વર્ષ ભારતીય નૌસેના દિવસ મનાવવામાં આવે છે.
ભારતીય નૌસેના દિવસનો ઇતિહાસ -
ભારતીય નૌસેનાની સ્થાપના 1612 માં ઇસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી, 1971 માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયુ હતુ, આ દરમિયાન પાકિસ્તાને 3 ડિસેમ્બરે ભારતીય હવાઇ અડ્ડાઓ પર હુમલો કરી દીધો હતો. તેમને આક્રામક હુમલાઓના જવાબમાં ભારતીય નૌસેનાએ 4 અને 5 ડિસેમ્બરની રાત્રે હુમલાની યોજના બનાવી, કેમ કે પાકિસ્તાની પાસે બૉમ્બમારો કરવા માટે વિમાન ન હતા. હુમલા દરમિયાન સેંકડો પાકિસ્તાની નૌસેનાના જવાબ માર્યા ગયા હતા, કમોડોર કાસરગોડ પટ્ટાનશેટ્ટી ગોપાલ રાવે ભારતીય નૌસેનાના આખા અભિયાનનુ નેતૃત્વ કર્યુ હતુ. ભારતીય નૌસેનાની સફળતાનો જશ્ન મનાવવા માટે દર વર્ષે ઇન્ડિયન નેવી ડે 4 ડિસેમ્બરે મનાવવામાં આવે છે.
ભારતીય નૌસેના દિવસ 2022 થીમ -
ભારતીય નૌસેના દિવસ 2022 ની થીમ "સ્વર્ણિમ વિજય વર્ષ" (Swarnim Vijay Varsh) છે.
4 ડિસેમ્બરની ઐતિહાસિક ઘટનાઓ...
1796 - બાજીરાવ દ્વિતીય પેશવા બનાવવામાં આવ્યા.
1829 - વાયસરૉય લૉર્ડ વિલિયમ બેન્ટિકે સતી પ્રથાને સમાપ્ત કરવાનું એલાન કર્યુ.
1860 - ગોવામાં મરગાવના નિવાસી અગસ્ટિનો લૉરેન્સોએ પેરિસ વિશ્વવિદ્યાલયથી રસાયન વિજ્ઞાનમાં ડૉક્ટરેટની ઉપાધિ લીધી. તે વિદેશી વિશ્વવિદ્યાલયમાથી રસાયણ વિજ્ઞાનની ઉપાધિ લેનારા પહેલા ભારતીય હતા.
1952 - ઇંગ્લેન્ડમાં સ્મૉગની ઘની પરત બિછાઇ જવાથી હાજારો લોકોના જીવ ગયા હતા.
1959 - ભારત અને નેપાલની વચ્ચે ગંડક સિંચાઇ અને વિદ્યુત પરિયોજના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા.
1967 - દેશના પહેલા રૉકેટ ‘રોહિણી આરએચ 75’નુ થુમ્બાથી પ્રક્ષેપણ કરવામાં આવ્યુ.
1977 - ઇજિપ્તના વિરુદ્ધ આરબ મોર્ચાનુ ગઠન કરવામાં આવ્યુ.
1984 - હિઝબુલ્લા આંતકવાદીઓએ કુવૈત એરલાઇનના વિમાનનુ અપહરણ કરીને ચાર યાત્રીઓની હત્યા કરી દીધી.
1991 - લેબનાનમાં અંતિમ અમેરિકન બંધકને સાત વર્ષની કેદ બાદ મુક્ત કરી દેવામાં આવ્યો.
1996 - અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ મંગળ ગ્રહની જમીનના અધ્યયન માટે વધુ એક અંતરિક્ષ યાન 'માર્સ પાથફાઉન્ડર' પ્રક્ષેપિત કર્યુ.
2006 - ફિલીપાઇન્સમાં ભીષણ વાવાઝોડા બાદ જમીન ફાટવાથી લગભગ એક હજાર લોકોના મોત થયા.
2008 - પ્રસિદ્ધ ઇતિહાસકાર અને પ્રાચીન ભારતીય ઇતિહાસના અધ્યયન કર્તા રોમિલા થાપરને ક્લૂજ સન્માન માટે પસંદ કરવામાં આવ્યા.