શોધખોળ કરો

પેરાલિમ્પિક્સમાં ભારતને સિલ્વર મેડલ અપાવનાર આ ખેલાડી છે IAS અધિકારી, જાણો ક્યાં છે કલેક્ટર ? કઈ રીતે સ્પોર્ટ્સ તરફ વળ્યા ?

સુહાસ યથિરાજ 2007ની યુપી કેડરના IAS અધિકારી છે. મૂળ બેંગલુરૂના સુહાસનું યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ આગ્રામાં પોસ્ટિંગ થયું હતું.

ટોક્યોઃ ટોક્યોમાં ચાલી રહેલી પેરાલિમ્પિક ગેઈમ્સમાં રવિવારે છેલ્લા દિવસે ભારતને વધુ એક સિલ્વર મેડલ મળ્યો છે. બેડમિન્ટનમાં સુહાસ યથિરાજ ફાઇનલ મેચમાં ફ્રેન્ચ ખેલાડી લુકાસ મઝુર સામે હારી જતા તેમને સિલ્વર મેડલ જીતીને ભારતને વધુ એક મેડલ અપાવ્યો હતો. સુહાસ યતિરાજ આઈએએસ અધિકારી છે અને ઉત્તર પ્રદેશના નોઈડાના નોઇડાના ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ (ડીએમ) એટલે કે કલેક્ટર છે.  

લુકાસ મઝુર સામેની સુહાસ યથિરાજની ફાઈનલ મેચ 3 સેટ સુધી ચાલી હતી. સુહાસે પહેલી ગેમ 21-15થી જીતી હતી. જો કે ઝકુરે તે પછી જોરદાર દેખાવ કરતાં સુહાસ યથિરાજ પછીની  બંને ગેમ કઠિન મુકાબલામાં હારી ગયા હતા.  લુકાસ મઝુરે છેલ્લી બંને રમત 21-15, 17-21થી જીતી હતી. પેરાલિમ્પિક્સ બેડમિન્ટનમાં ભારતનો આ ત્રીજો મેડલ છે. સુહાસે SL-4 કેટેગરીમાં આ મેડલ જીત્યો છે. SL-4 માં એવા પેરા એથ્લીટનો સમાવેશ થાય છે કે જેમને ચાલવા-દોડવામાં થોડી મુશ્કેલી હોય છે.

સુહાસ યથિરાજ  2007ની યુપી કેડરના  IAS અધિકારી છે. મૂળ બેંગલુરૂના સુહાસનું યુપીએસસીની પરીક્ષા પાસ કર્યા બાદ આગ્રામાં પોસ્ટિંગ થયું હતું. સુહાસ પોતાની ડ્યુટી પૂરી થયા બાદ સુહાસ સમય કાઢીને બેડમિન્ટન રમવા જતા હતા. ધીરે ધીરે તેમણે પ્રોફેશનલ રીતે બેડમિન્ટન રમવાનું શરૂ કર્યું હતું અને હવે પેરાલિમમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતીને તેમણે ઈતિહાસ રચ્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુહાસને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, સેવા અને રમતગમતનો અદભૂત સંગમ! સુહાસ યથિરાજે પોતાના અસાધારણ પ્રદર્શનથી આપણા સમગ્ર રાષ્ટ્રની કલ્પના પર કબજો કરી લીધો છે. બેડમિન્ટનમાં સિલ્વર મેડલ જીતવા બદલ તેમને અભિનંદન. ભવિષ્યના પ્રયત્નો માટે પણ સારી શુભકામનાઓ.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુહાસને સિલ્વર જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું કે,  તમે મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું છે. તમારી આ સિધ્ધિ દેશના ખેલાડીઓને આગળ વધવા માટે પ્રેરણા આપશે.

કેરળમાં 12 વર્ષના બાળકનો ભોગ લેનારા ખતરનાક નિપા વાયરસનો કઈ રીતે લાગે છે ચેપ ? શું હોય છે લક્ષણો ? 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video

પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર

20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા

અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બીમારીનું પાણી અને પુરી
Hun To Bolish : હું તો બોલીશ : આ ગુંડાગર્દીનો અંત ક્યારે ?
Somnath Swabhiman Parv: મહાદેવના સાનિધ્યમાં 'સ્વાભિમાન પર્વ'ની ઉજવણી
Ambalal Patel Forecast: ઉત્તરાયણ પર પતંગ રસિકોને લઇને મોટા સમાચાર, અંબાબાલ પટેલે શું કરી આગાહી?
Ahmedabad news: અમદાવાદમાં પરમિશન વિના ચાલતા PG પર મનપાની કાર્યવાહી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
સોમનાથમાં ઈતિહાસ રચાયો: PM મોદીની હાજરીમાં ભવ્ય ડ્રોન શો, ગુંજ્યો ઓમકાર નાદ, જુઓ Video
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
પવન, ઠંડી અને માવઠું! અંબાલાલ પટેલે કરી એકસાથે 3 મોટી આગાહી, જાણો ઉત્તરાયણના સમાચાર
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
20 વર્ષ, 14 રાજ્યો, અનેક ગુના: દેશનો સૌથી મોટો 'રહેમાન ડકેત' સુરતમાંથી ઝડપાયો, સુરત પોલીસની મોટી સફળતા
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
અયોધ્યા રામ મંદિરમાં નમાઝ પઢનાર કાશ્મીરી યુવક વિશે મોટો ખુલાસો, પરિવારે કહ્યું કે - તે માનસિક....
IND vs NZ: મેચ પહેલા ભારતને મોટો ઝટકો! પ્રેક્ટિસમાં આ સ્ટાર ખેલાડી થયો ઘાયલ, શું કાલે રમશે ?

ગુજરાત પોલીસ ભરતી: PSI-LRD શારીરિક કસોટીના કોલ લેટર આ તારીખથી થશે ડાઉનલોડ, 21 જાન્યુઆરીથી પરીક્ષા શરૂ

'શું તમે માદુરોની જેમ પુતિનની ધરપકડ કરશો?' પત્રકારના આ સવાલ પર ટ્રમ્પે આપ્યો ચોંકાવનારો જવાબ

મુકેશ અંબાણીનો માસ્ટર પ્લાન! Hyundai નો રેકોર્ડ તોડશે Jio IPO ? સાઈઝ જાણીને ચોંકી જશો

Embed widget