શોધખોળ કરો

Tomato Price Hike: ટામેટાની કિંમતે તોડ્યા તમામ રેકોર્ડ, આ રાજ્યમાં 200થી 250 રૂપિયા પ્રતિ કિલો પહોંચ્યો ભાવ

ટામેટાના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ ઓછા નથી

Tomato Price Hike: લગભગ દરેક શાકભાજીનો સ્વાદ વધારતા ટામેટાંએ આજકાલ લોકોના ભોજનનો સ્વાદ બગાડ્યો છે. ટામેટાના ભાવમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે, જ્યારે અન્ય શાકભાજીના ભાવ પણ ઓછા નથી. આ દિવસોમાં ટામેટાં સહિતની ઘણી શાકભાજી 100 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાઈ રહી છે, જ્યારે ઉત્તરકાશીમાં ટામેટાંના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ દિવસોમાં ઉત્તરકાશીમાં ટામેટાં 200 થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

આ દિવસોમાં દેશના ઘણા ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે પાકને ઘણું નુકસાન થયું છે જેની સીધી અસર લોકોના રસોડા પર થઇ રહી છે. સ્થિતિ એવી છે કે આજે અનેક શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેના કારણે સામાન્ય લોકોની હાલત કફોડી બની છે. શાકભાજીના ભાવ વધારાએ પહેલેથી જ મોંઘવારીથી પરેશાન લોકોને બેવડી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સામાન્ય લોકો પરેશાન છે, જ્યારે ઉત્તરકાશીમાં ટામેટાએ બેવડી સદી ફટકારી છે.

વરસાદના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો

ઉત્તરકાશીના એક શાકભાજી વિક્રેતા રાકેશે જણાવ્યું હતું કે વરસાદને કારણે ટામેટાની ખેતીને ઘણું નુકસાન થયું છે, જેના કારણે ટામેટાંના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે. તેમણે કહ્યું કે, વરસાદને કારણે ટામેટાંના ભાવ દિવસેને દિવસે વધી રહ્યા છે. જેના કારણે અહીં ટામેટાં 200 થી 250 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે.

ઉત્તરકાશીની સાથે દેહરાદૂન, હરિદ્વાર સહિત દેશના ઘણા રાજ્યોમાં શાકભાજીની આ હાલત છે. ટામેટા, ધાણા, આદુ સામાન્ય લોકોની પહોંચની બહાર થઈ રહ્યા છે, નિષ્ણાતોનું માનીએ તો ચોમાસામાં શાકભાજીના ભાવમાં કોઈ રાહત નથી. આવી સ્થિતિમાં તેઓ ઈચ્છે કે ન ઈચ્છે સામાન્ય લોકોને મોંઘવારીનો માર સહન કરવો પડશે.

ખેતરમાંથી ચોરી ગયા ટામેટા

દેશમાં ટામેટાના ભાવે રેકોર્ડ તોડી નાખ્યા છે. દેશભરમાં ટામેટાના ભાવ 100-150 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયા છે. સામાન્ય નાગરિકો માટે ટામેટાં ખાવા મુશ્કેલ બની રહ્યા છે. એવામાં ટામેટાના વધતા ભાવ વચ્ચે કર્ણાટકના હાસન જિલ્લામાં એક ખેડૂતના ખેતરમાંથી ચોર લાખો રૂપિયાના ટામેટાં લઈને ફરાર થઈ ગયા હતા.

Join Our Official Telegram Channel:

https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....
Embed widget