શોધખોળ કરો
Advertisement
Coronavirus: દેશમાં સંક્રમિતોની સંખ્યા 74 હજારને પાર, 24 કલાકમાં 122નાં મોત અને 3525 કેસ નોંધાયા
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 74,281 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કેર દિવસેને દિવસે વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં કોરોનાથી મૃતકોની સંખ્યા 2400ને પાર કરી ગઈ છે, જ્યારે સંક્રમિતોની સંખ્યા 74,000ને વટાવી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 3525 નવા કેસ નોંધાયા છે અને 122 લોકોના મોત થયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 74,281 પર પહોંચી છે. 2415 લોકોના મોત થયા છે અને 24,386 લોકો સાજા થઈ ગયા છે. હાલ 47,480 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 921, ગુજરાતમાં 537, મધ્યપ્રદેશમાં 225, દિલ્હીમાં 86, આંધ્રપ્રદેશમાં 46, આસામમાં 2, બિહારમાં 6, ચંદીગઢમાં 3, હરિયાણામાં 11, હિમાચલ પ્રદેશમાં 2, જમ્મુ-કાશ્મીરમાં 10, ઝારખંડમાં 3, કર્ણાટકમાં 31, કેરળમાં 4, મેઘાલયમાં 1, ઓડિશામાં 3, પંજાબમાં 32, રાજસ્થાનમાં 117, તમિલનાડુમાં 61, તેલંગાણામાં 32, ઉત્તરાખંડમાં 1, ઉત્તરપ્રદેશમાં 82 અને પશ્ચિમ બંગાળમાં 198 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 24,427 પર પહોંચી છે. ગુજરાતમાં 8903, તમિલનાડુમાં 8718, દિલ્હીમાં 7639, મધ્યપ્રદેશમાં 3986, રાજસ્થાનમાં 4126, ઉત્તરપ્રદેશમાં 3664, આંધ્રપ્રદેશમાં 2090, પંજાબમાં 1877, તેલંગાણામાં 1326, પશ્ચિમ બંગાળમાં 2173 સંક્રમિતો નોંધાયા છે.Spike of 3525 #COVID19 cases and 122 deaths in the last 24 hours; total positive cases in the country is now at 74281, including 47480 active cases, 24386 cured/discharged/migrated cases and 2415 deaths: Ministry of Health & Family Welfare pic.twitter.com/o6ylnSv1dk
— ANI (@ANI) May 13, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
ગુજરાત
Brand Wire
Advertisement
gujarati.abplive.com
Opinion