શોધખોળ કરો

ત્રણ તલાક બિલ પાસ કરાવવાના મૂડમાં સરકાર, સંસદ સત્રનો એક દિવસ લંબાયો

નવી દિલ્હીઃ આજે સંસદના મોનસુન સત્રનો અંતિમ દિવસ હતો જોકે માહિતી પ્રમાણે હવે એક દિવસ એક્સટેન્ડ કરવામાં આવ્યો છે. સંસદમાં ટ્રિપલ તલાક બિલ પર હંગામો થવાની શક્યતા છે. આ બિલને આજે રાજ્યસભામાં ચર્ચા માટે રજૂ કરવામાં આવશે. બિલની જોગવાઇઓનો વિપક્ષ વિરોધ કરી શકે છે. બીજેપીએ પોતાના તમામ સાંસદોને સંસદમાં હાજર રહેલા માટે વ્હીપ જાહેર કર્યું છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદે સોનિયા ગાંધી પર હુમલો કરતા પૂછ્યું હતું કે, કોગ્રેસ બિલનું સમર્થન કરશે કે નહીં? ટ્રિપલ તલાક બિલ લોકસભામાં પસાર થયા બાદ વિરોધને કારણે રાજ્યસભામાં પેન્ડિંગ છે. ગુરુવારે યોજાયેલી કેબિનેટ બેઠકમાં મોદી સરકારે સંસદમાં પેન્ડિંગ ટ્રિપલ તલાક બિલમાં ત્રણ મહત્વના ફેરફારને મંજૂરી આપી દીધી છે. તે અનુસાર, ટ્રાયલ પહેલાં પીડિતાનો પક્ષ સાંભળીને મેજીસ્ટ્રેટ આરોપીને જામીન આપી શકે છે. તે સિવાય પીડિતાના પરિવારજનો અને લોહીનો સંબંધ હોય તેવા સંબંધીઓ જ ફરિયાદ દાખલ કરાવી શકે છે. પાડોશી અથવા અન્ય સંબંધીઓ એફઆઇઆર દાખલ કરાવી શકે નહીં. મેજીસ્ટ્રેટને પતિ-પત્નીને સમજાવીને તેમના લગ્ન સંબંધો ચાલુ રહે તેવા પ્રયત્નો કરવાનો અધિકાર છે. ત્રીજા ફેરફાર અનુસાર, ટ્રિપલ તલાકના આરોપીને પત્નીનો પક્ષ સાંભળ્યા બાદ મેજીસ્ટ્રેટ જામીન આપી શકે છે, પોલીસ સ્ટેશનથી જામીન મળશે નહીં. કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે,વારંવાર પતિ જેલ જશે તો ઘરમાં કમાનાર કોણ રહેશે એ વાત પર કોગ્રેસનો વિરોધ વ્યાજબી નથી. દહેજ ઉત્પીડન કાયદો, ઘરેલુ હિંસામાં પણ મુસલમાન પતિ જેલ જાય છે તેના પર કોગ્રેસ પાર્ટી સવાલ કેમ ઉઠાવતી નથી. કોગ્રેસ પાર્ટી આ સવાલ પર પોતાનું વલણ સ્પષ્ટ કરે. સોનિયા ગાંધી દેશની મોટી નેતા છે. શું તેઓ નારી ન્યાય, નારી ગરીમા અને નારી સન્માન માટે આગળ નહીં આવે. કોગ્રેસ પાર્ટી આ બિલનો વિરોધ કરતી રહેશે? ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટના પાંચ જજોની બેન્ચે ટ્રિપલ તલાકને ગેરબંધારણીય અને ગેરકાયદેસર ગણાવ્યા હતા. સરકારને ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવવા કહ્યુ હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
આવતીકાલનું હવામાન: કાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં મુશળધાર વરસાદ તૂટી પડશે, IMD એ જારી કરી વોર્નિંગ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
UPI: વૈશ્વિક સ્તરે ભારતની ડિજિટલ ક્રાંતિ, NRI-ભારતીયોને સીધો લાભ આપવા વિદેશમાં UPI સેવા થશે શરૂ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
જૂની પેન્શન યોજના ફરીથી લાગુ થશે કે નહીં? સંસદમાં સરકારે આપ્યો જવાબ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ

વિડિઓઝ

Chandipura Virus : ગુજરાતમાં ચાંદીપુરાનો કહેર, મહીસાગરમાં વધુ એકનું મોત
Ahmedabad Water Logging : અમદાવાદમાં 1 ઈંચ વરસાદમાં જળબંબાકાર
Gujarat Monsoon : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ? જુઓ અહેવાલ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં કેવો પડશે વરસાદ? સમજો વિન્ડીની મદદથી
Ambalal Patel Prediction : અમદાવાદ-ગાંધીનગરમાં પડશે ભારે વરસાદ, અંબાલાલ પટેલની મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
Ahmedabad Rain: અમદાવાદ-ગાંધીનગર સહિત કાલે આ જિલ્લાઓમાં વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતના શહેરોના વિકાસ માટે CM દ્વારા 3850 કરોડ ફાળવાયા: નવા રસ્તા RCCના જ બનાવવા આદેશ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
Ambalal patel: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, આગામી 48 કલાક આ જિલ્લાઓમાં ખાબકશે ભારે વરસાદ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
દિલ્હી કેપિટલ્સના સ્ટાર ક્રિકેટરની ધરપકડ, લગ્નની લાલચ આપી દુષ્કર્મનો આરોપ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 4 સિસ્ટમ સક્રીય, આજે 7 જિલ્લામાં તૂટી પડશે ભારે વરસાદ
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Gujarat Rain: વરસાદનું જોર વધશે, અમદાવાદથી લઇ પંચમહાલ સુધી ભારે વરસાદ ખાબકવાની અંબાલાલ પટેલની આગાહી
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Dengue: ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ ક્યારે ઘટે અને શું હોય છે શરુઆતના લક્ષણો? જાણો
Embed widget