Tripura Elections Result 2023: ત્રિપુરામાં ભાજપના હાથમાંથી સરકી રહી છે બાજી ? જાણો લેટેસ્ટ ટ્રેન્ડ
Tripura Elections Result 2023: આજે, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલયની વિધાનસભા ચૂંટણીની સાથે, 6 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે.
Tripura Election Results 2023: આજે, નાગાલેન્ડ, ત્રિપુરા, મેઘાલયની વિધાનસભા ચૂંટણીની સાથે, 6 વિધાનસભા બેઠકો પર યોજાયેલી પેટાચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. આ વિધાનસભા બેઠકોમાં તમિલનાડુની ઈરોડ (પૂર્વ), પશ્ચિમ બંગાળની સાગરદિઘી, ઝારખંડની રામગઢ, કસ્બા પેઠ અને મહારાષ્ટ્રની ચિંચવડ બેઠકોનો સમાવેશ થાય છે.
શું છે ટ્રેન્ડ
ચૂંટણી પંચની વેબસાઈટ પ્રમાણે, ત્રિપુરામાં 45 સીટમાંથી ભાજપ 18 પર, તિપરા મોથા પાર્ટી 13 પર, કોંગ્રેસ 5 પર અને સીપીઆઈ (એમ) 8 સીટ પર આગળ છે.
ત્રિપુરામાં 60 બેઠકો પર કેટલું થયું હતું મતદાન
ત્રિપુરાની 60 વિધાનસભા બેઠકો પર 16 ફેબ્રુઆરીનાં રોજ 81 ટકાથી મતદાન થયું હતું. આ બેઠક પર 259 ઉમેદવારો ચૂંટણી લડ્યા હતા. મુખ્ય નિર્વાચન અધિકારી ગિત્તે કિરણકુમાર દિનકારેએ જણાવ્યું હતું કે 3,337 મતદાન કેન્દ્રો પર મતદાન યોજાયું હતું, આ મતદાન કેન્દ્રોમાંથી 1,100ની ઓળખ સંવેદનશીલ અને 28 બેઠકોને અતિસંવેદનશીલ તરીકે ગણાવ્યા હતા.