(Source: ECI/ABP News/ABP Majha)
Twitter Down: દુનિયાભરમાં ડાઉન થયું ટ્વિટર, હજારો યૂર્ઝસે સોશિયલ મીડિયા પર કરી ફરિયાદ
વિશ્વભરમાં ઘણા લોકોએ શનિવારે (1 જુલાઈ) ફરિયાદ કરી હતી કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર કામ કરી રહ્યું નથી.
Twitter Down Update: વિશ્વભરમાં ઘણા લોકોએ શનિવારે (1 જુલાઈ) ફરિયાદ કરી હતી કે માઇક્રો-બ્લોગિંગ સાઇટ ટ્વિટર કામ કરી રહ્યું નથી. તેઓએ સોશિયલ મીડિયા પર ફરિયાદ કરી કે જ્યારે તેઓએ ટ્વીટ જોવા અથવા પોસ્ટ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓને એક એરર મેસેજ જોવા મળી રહ્યો હતો જેમાં લખ્યું હતું કે, ટ્વીટ રિટ્રાઈવ કરી શકાતુ નથી.
ઑનલાઇન સેવાઓના આઉટેજ પર નજર રાખતી વેબસાઇટ ડાઉન ડિટેક્ટરના જણાવ્યા અનુસાર, લગભગ 4,000 યૂઝર્સે ટ્વિટરના કામકાજમાં સમસ્યાઓની જાણ કરી છે. જોકે, કંપનીએ હજુ સુધી આઉટેજ અંગે કોઈ નિવેદન જારી કર્યું નથી.
ટ્વિટર ડાઉન ટ્રેન્ડિંગ
દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત ઘણા મોટા શહેરોના યુઝર્સે ટ્વિટર એક્સેસ ન થવાની ફરિયાદ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ ટ્વિટર ડાઉન ટ્રેન્ડ થવા લાગ્યું છે. હજારો યુઝર્સે ટ્વિટર ડાઉન હોવાની જાણ કરી. સૌથી વધુ નોંધાયેલ સમસ્યાઓ 42 ટકા એપ્લિકેશનમાં, 40 ટકા વેબસાઇટ પર અને બાકીની 18 ટકા ફીડમાં હતી.
આ વર્ષે ટ્વિટર ત્રીજી વખત ડાઉન થયું છે
આ વર્ષે આ ત્રીજી વખત છે જ્યારે ટ્વિટર ડાઉન છે. અગાઉ માર્ચ મહિનામાં પણ ટ્વિટરે તેની સિસ્ટમમાં ખામીની જાણ કરી હતી અને ઘણી લિંક્સે કામ કરવાનું બંધ કરી દીધું હતું. આ વર્ષે ફેબ્રુઆરીમાં પણ લોકોને ટ્વિટરનો ઉપયોગ કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ગયા વર્ષે પણ જુલાઈમાં ઘટાડો જોવા મળ્યો હતો
ગત વર્ષે પણ જુલાઈ મહિનામાં વિશ્વના લાખો યુઝર્સ માટે ટ્વિટર કેટલાંક કલાકો માટે ડાઉન હતું. ત્યારે મુખ્યત્વે અમેરિકા, યુરોપ, એશિયાના ઘણા ભાગોમાં ટ્વિટર સેવા પ્રભાવિત થઈ હતી. ભારતમાં પણ દિલ્હી, મુંબઈ, હૈદરાબાદ સહિત ઘણા મોટા શહેરોના યુઝર્સે ટ્વિટર ડાઉન થવાની ફરિયાદ કરી હતી. આ પહેલા ફેબ્રુઆરી 2022માં પણ ટ્વિટરને આઉટેજનો સામનો કરવો પડ્યો હતો.
ભારતમાં 11 લાખથી પણ વધુ ટ્વિટર એકાઉન્ટ થયા બેન
એલન મસ્ક (elon musk ) દ્વારા ટ્વિટર દ્વારા 26 એપ્રિલથી 25 મેના રોજ ભારતમાં રેકોર્ડ 11,32,228 એકાઉન્ટ (twitter account) બેન કરવામાં આવ્યા છે. મોટાભાગના અકાઉન્ટ્સ ચાઇલ્ડ સેક્સ્યુઅલ એક્સપ્લિટેશન અને નૉન કંસેન્સ્યુઅલ ન્યુડિટીને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હતા. માઈક્રો-બ્લોગિંગ સાઈટે દેશમાં પોતાના પ્લેટફોર્મ પર આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે 1,843 એકાઉન્ટને પણ હટાવી દિધા છે. એકંદરે ટ્વિટરે સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન ભારતમાં 11,34,071 એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો.