શોધખોળ કરો
Advertisement
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોને મોટી સફળતા, અથડામણમાં બે આતંકીઓને કર્યા ઠાર
પોલીસે જણાવ્યુ કે, શોપિયાના ચકુરા વિસ્તારમાં જવાનો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ થઇ હતી, જેમાં બે આતંકીઓએ સુરક્ષાદળોએ ઠાર કરી દીધા છે
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળોએ બે આતંકીઓને ઠાર માર્યા છે. પોલીસે જણાવ્યુ કે, શોપિયાના ચકુરા વિસ્તારમાં જવાનો અને આતંકીઓ વચ્ચે ભારે અથડામણ થઇ હતી, જેમાં બે આતંકીઓએ સુરક્ષાદળોએ ઠાર કરી દીધા છે. હાલ આ આખા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.
માહિતી પ્રમાણે આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબારી શરૂ કરી દીધી હતી. જેમાં સર્ચ ઓપરેશન અથડામણ ફેરવાઇ ગયુ. હાલ ઠાર મરાયેલા આતંકીઓના ઓળખ અને સંગઠનની જાણકારી લેવામાં આવી રહી છે.
આ અગાઉ શનિવારે પણ જમ્મુ કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળને વધુ એક મોટી સફળતા મળી હતી, સુરક્ષાદળે અથડામણમાં બે આતંકવાદીઓને ઠાર કર્યા હતા, અને ઘટનાસ્થળ પરથી મોટા પ્રમાણમાં હથિયાર પણ મળી આવ્યા હાત.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement